મલાઈ ચકરી (Malai chakari recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#PR
#paryushan
#chakari
#drynasta
#riceflour
#malai
#dahi
#CookpadIndia
#COOKPADGUJRATI
પર્યુષણ પર્વ માં અમુક વસ્તુ નો ઉપયોગ કરવામાં આવતો હોવા થી કેટલીક પૂર્વ તૈયાર કરવા માં આવે છે. જેમાં કોરા નાસ્તા અને કેટલીક મીઠાઈ તૈયાર કરવા માં આવે છે. મેં પર્યુષણ મહાપર્વની પૂર્વ તૈયાર માટે ચકરી બનાવી છે. આ ચકરી ઘણાં દિવસો સુધી સાચવી શકાય છે.

મલાઈ ચકરી (Malai chakari recipe in Gujarati) (Jain)

#PR
#paryushan
#chakari
#drynasta
#riceflour
#malai
#dahi
#CookpadIndia
#COOKPADGUJRATI
પર્યુષણ પર્વ માં અમુક વસ્તુ નો ઉપયોગ કરવામાં આવતો હોવા થી કેટલીક પૂર્વ તૈયાર કરવા માં આવે છે. જેમાં કોરા નાસ્તા અને કેટલીક મીઠાઈ તૈયાર કરવા માં આવે છે. મેં પર્યુષણ મહાપર્વની પૂર્વ તૈયાર માટે ચકરી બનાવી છે. આ ચકરી ઘણાં દિવસો સુધી સાચવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનિટ
જરૂર મુજબ
  1. 400 ગ્રામકમોદ નાંચોખા નો લોટ
  2. 100 ગ્રામઘઉં નો લોટ
  3. 2ચમચા તાજી મલાઈ
  4. 1 કપદહીં
  5. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  6. અડધો ચમચો તેલ મોણ માટે
  7. 2 ચમચીતલ
  8. 1/2 ચમચીઆખું જીરૂ
  9. ચપટીઅધકચર મરી
  10. 1/4 ચમચીસૂંઠ પાઉડર
  11. ચપટીહળદર પાવડર
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

40 મિનિટ
  1. 1

    બંને લોટ ને ચાળી લો. તેમાં બધાં કોરા મસાલા અને તેલ નું મોણ નાખી બરાબર મિક્સ કરી લો. હવે તેમાં મલાઈ અને દહીં ઉમેરી ને બરાબર મિક્સ કરી ને તેમાં થી મધ્યમ કઠણ કણક તૈયાર કરો.

  2. 2

    તેલ થી ગ્રીસ કરેલા ચકરી નાં સંચા માં તૈયાર કરેલ લોટ ની કણેક ઉમેરી ને, થાળી ઉંધી રાખી તેનાં પર ચકરી પાડો. બીજી તરફ ધીમાં તાપે તેલ ગરમ મૂકી બાકીની ચકરી પાડી લો.

  3. 3

    તેલ ગરમ થાય એટલે ફોટા માં બતાવ્યાં મુજબ તાવેતા ની મદદથી એક એક ચકરી ગરમ તેલમાં મુકો અને 1 મિનિટ સુધી રહેવા દો હવે જારા ની મદદથી તેને ફેરવી દો. મધ્યમ થી ધીમાં તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  4. 4

    તૈયાર કરેલી ચકરી ને એરટાઈટ ડબ્બા માં ભરી લો. જરૂર મુજબ ડીશ માં લઇ ને સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes