મગસ નાં લાડવા (magas na ladoo recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#PR
ક્ષમાપના નો વિરાટ તહેવાર એટલે પર્યુષણ. જૈન ધર્મ નાં આત્મ આરાધકો માટે પાવન પર્વ પર્યુષણ પર્વ ખુબ જ મહત્વ નો છે.આ આઠ દિવસ નાં પર્યુષણ માત્ર આઠ દિવસ માટે સારા બનવાં માટે નથી.આ પર્વ માત્ર જૈનો જ કેમ,આત્મ સુધાર કરવાં ઈચ્છતી દરેક વ્યક્તિ જોડાઈ શકે છે.મહાવીર પણ કયાં જૈન હતાં! બધાં જ તીર્થકરો રજપૂત હતા.આ પર્વ બાહ્ય આડંબર નું કે દેખાવો કરવાનું પર્વ નથી.આ પોતાની જાત ને સુધારવાનું અને માજવાનું પર્વ છે.
મહાવીર જયંતિ નાં દિવસે અપાતી પ્રભાવના મગસ નાં લાડુ બનાવ્યાં છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 250 ગ્રામચણા નો લોટ
  2. 150 ગ્રામઘી
  3. 150 ગ્રામખાંડ નો ભુક્કો
  4. 4 ચમચીદૂધ
  5. 1/4 ચમચીએલચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચણા નાં લોટ માં રુમ ટેમ્પરેચર નું 2 ચમચી દૂધ અને 1 ચમચી ઘી નો ધાબો દેવૉ.હાથે થી લોટ મિક્સ કરવો. ઠાંકી ને 5-10 મિનિટ રાખો. આ લોટ ને ચોખા નાં ચારણા થી ચાળી લો.ચાળવા થી લમ્સ નિકળી જાય છે. ગેસ પર ધીમા તાપે જાડા કડાઈ અથવા નોન સ્ટીક પેન માં ઘી ગરમ કરી શેકો..

  2. 2

    લોટ ને સતત હલાવતા રહેવું...લોટ લાલાશ પડતો જશે.2 ચમચી જેટલું દૂધ ઉમેરવાંથી કલર ખૂબ જ સરસ થશે.હલાવતાં રહેવું..ગેસ બંધ કરી ને પણ હલાવવું..બીજા વાસણ માં કાઢી લો.ઠંડુ થાય પછી એલચી પાઉડર ઉમેરો.

  3. 3

    ખાંડ નો પાઉડર ઉમેરી મિક્સ કરો. હાથે થી લાડવા બનાવવા.

  4. 4

    લગભગ 12 લાડવા થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

ટિપ્પણીઓ

Similar Recipes