ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)

Mauli Mankad
Mauli Mankad @cook_27161877
JAMNAGAR

#GCR
- ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચોથ.. આ તહેવાર મૂળરૂપે મહારાષ્ટ્ર માં ઉજવાય છે પણ ઘણા સમય થી આખા ભારત અને વિદેશમાં પણ આ તહેવાર ઉત્સાહભેર ઉજવાય છે.. આજથી શરૂ થતાં ગણેશોત્સવ નિમિતે પ્રસાદ માં આ લાડુ ધર્યા છે.. ગણપતિ બાપ્પા મોરયા 🙏🏻🙏🏻

ભાખરી ના લાડુ (Bhakhri Ladoo Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#GCR
- ભાદરવા સુદ ચોથ એટલે ગણેશ ચોથ.. આ તહેવાર મૂળરૂપે મહારાષ્ટ્ર માં ઉજવાય છે પણ ઘણા સમય થી આખા ભારત અને વિદેશમાં પણ આ તહેવાર ઉત્સાહભેર ઉજવાય છે.. આજથી શરૂ થતાં ગણેશોત્સવ નિમિતે પ્રસાદ માં આ લાડુ ધર્યા છે.. ગણપતિ બાપ્પા મોરયા 🙏🏻🙏🏻

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 થી 40 મિનિટ
  1. 1 મોટો વાટકોઘઉંનો લોટ
  2. 1/2 વાટકો ગોળ
  3. 2 મોટા ચમચાઘી
  4. 2 ચમચા મોણ માટે તેલ
  5. 5-6 નંગઇલાયચી ના દાણા
  6. જાયફળ (optional)

રાંધવાની સૂચનાઓ

30 થી 40 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉંના લોટમાં મોણ નાખી તેનો લોટ બાંધી લેવો. પછી તેની ભાખરી વણી તેમાં કાણા પાડી લઈ ધીમા તાપે શેકી લેવી.

  2. 2

    હવે ભાખરી શેકાય જાય પછી તેને મિક્સરમાં ક્રશ કરી લેવી. જેથી લાડુ માટે નું મિશ્રણ તૈયાર થશે.

  3. 3

    ત્યારબાદ આ મિશ્રણ ને ચાળણી માં ચાળી લેવું. હવે તેમાં ગોળ છીણી અને ગરમ કરેલું ઘી ઉમેરી બધું મિક્સ કરી લઈ તેના લાડુ વાળી લેવા.

  4. 4

    લાડુ ઠરી જાય એટલે તેને ગણેશજી ને ધરી ને પ્રસાદ ગ્રહણ કરવો.🙏🏻 ગણપતિ બાપ્પા મોરયા..🙏🏻☺️

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mauli Mankad
Mauli Mankad @cook_27161877
પર
JAMNAGAR

ટિપ્પણીઓ

Similar Recipes