હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક (Homemade Condensed Milk Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#mr કન્ડેન્સ્ડ મિલ્ક આજકાલ દરેક મીઠાઈ બનાવવામાં વપરાય છે. ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવવા માટે કન્ડેન્સ્ડ મિલ્ક ખૂબજ ઉપયોગી છે. કન્ડેન્સ્ડ મિલ્ક એકદમ સરળ રીતે ઘરે બનાવી શકાય છે. તો હવે બહારથી ખરીદવા કરતા કન્ડેન્સ્ડ મિલ્ક ઘરેજ બનાવો.

હોમમેડ કન્ડેન્સ્ડ મિલ્ક (Homemade Condensed Milk Recipe In Gujarati)

#mr કન્ડેન્સ્ડ મિલ્ક આજકાલ દરેક મીઠાઈ બનાવવામાં વપરાય છે. ઇન્સ્ટન્ટ મીઠાઈ બનાવવા માટે કન્ડેન્સ્ડ મિલ્ક ખૂબજ ઉપયોગી છે. કન્ડેન્સ્ડ મિલ્ક એકદમ સરળ રીતે ઘરે બનાવી શકાય છે. તો હવે બહારથી ખરીદવા કરતા કન્ડેન્સ્ડ મિલ્ક ઘરેજ બનાવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૨.૫ કપ દૂધ (૫૦૦ મિલી)
  2. ૧ કપખાંડ
  3. ૨ ટેબલસ્પૂનમિલ્ક પાઉડર
  4. ૧ ટેબલસ્પૂનબટર
  5. ૧/૮ ટી.સ્પૂન બેકિંગ સોડા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.

  2. 2

    હવે દૂધમાંથી ૧/૨ કપ દૂધ કાઢી મિલ્ક પાવડરમાં ઉમેરી બરાબર મિક્સ કરો અને બાકીનું દૂધ એક જાડા તળિયાવાળા વાસણમાં અથવા નોનસ્ટિક પેનમાં ગરમ કરવા મુકો.

  3. 3

    દૂધ ગરમ થાય પછી તેમાં દૂધમાં મિક્સ કરેલું મિલ્ક પાવડરવાળું મિશ્રણ ઉમેરી તેને બરાબર મિક્સ કરો અને દૂધ થોડુ ઉકળીને ઓછું થાય ત્યાં સુધી ઉકાળો.

  4. 4

    હવે તેમાં ખાંડ ઉમેરી બરાબર હલાવો અને ૭ થી ૮ મિનિટ માટે ફરી ઉકાળો.

    નોંધ- અમારા ત્યાં કેન્યામાં નોર્મલ ખાંડ પણ સહેજ બ્રાઉન કલરની હોય છે તો તમારી જોડે સફેદ ખાંડ હોય તો તેનો ઉપયોગ કરવો.

  5. 5

    હવે તેમાં બેકિંગ સોડા ઉમેરો અને ફરી ૨-૩ મિનિટ માટે ઉકાળો.

    નોંધ- બેકિંગ સોડા ઉમેર્યા બાદ મિશ્રણ સતત હલાવતા રહેવું જેથી તળિયે ચોંટવાની શક્યતા ઓછી રહે.

  6. 6

    હવે તેમાં બટર ઉમેરી તેને ૨ મિનિટ માટે હલાવી ગેસ બંધ કરી દેવો. ઠંડુ થયા બાદ કન્ડેન્સ્ડ મિલ્ક વધુ ઘટ્ટ થશે તેથી તેને વધારે ઉકાળવું નહીં.

  7. 7

    તો તૈયાર છે સરળ અને ઉપયોગી એવું કન્ડેન્સ્ડ મિલ્ક.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes