મસાલા પૂરી બટાકા શાક (Masala Poori Bataka Shak Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. પૂરી માટે
  2. 1બાઉલ ઘઉંનો લોટ
  3. 1/2 ચમચીહળદર
  4. 3/4 ચમચીલાલ મરચું પાઉડર
  5. સ્વાદ અનુસારમીઠુ
  6. ૩ ચમચીતેલ મોણ માટે
  7. તળવા માટે તેલ
  8. બટેટાનું શાક
  9. 5બટાકા
  10. 3 ચમચીતેલ
  11. 1/2 ચમચીરાઈ
  12. 1/2 ચમચીજીરૂં
  13. 1/4 ચમચીહિંગ
  14. સ્વાદ પ્રમાણેમીઠું
  15. 1/2 ચમચીહળદર
  16. 2 ચમચીલાલ મરચું પાઉડર
  17. 1 ચમચીધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં ઘઉંનો લોટ લો. પછી તેમાં હળદર,મરચું પાઉડર, મીઠું અને ૩ ચમચી તેલ મોણ ઉમેરી બરાબર મિક્સ કરીને પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી પુરીનો કઠણ લોટ બાંધી લો પછી તેને દસ મિનિટ સુધી ઢાકી ને રાખી દો.

  2. 2

    હવે દસ મિનિટ પછી લોટને થોડુ તેલ લગાવી બરાબર મસળી તેના લુઆ બનાવીને તેની નાની પૂરી વણી લો.

  3. 3

    ત્યાર પછી કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં પૂરી ને તળી લો.

  4. 4

    બટેટાનું શાક બનાવવા માટે કુકરમાં તેલ ગરમ કરી તેમા રાઈ,જીરું,હિંગ ઉમેરી પછી તેમાં બટાકા ઉમેરી પછી તેમાં હળદર અને મીઠું નાખી તેમાં બે-ત્રણ મિનિટ સુધી તેલમા ચડવા દો.

  5. 5

    તે પછી તેમાં લાલ મરચું પાઉડર અને ધાણાજીરું ઉમેરી બરાબર મિક્સ કરી લો.પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી જ4,5 સીટી વગાડી લો.

  6. 6

    તૈયાર છે મસાલા પૂરી અને બટેટાનું શાક

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes