વેજ. સ્પ્રિંગ રોલ્સ (Veg Spring Rolls Recipe In Gujarati)

Nehal Acharya
Nehal Acharya @Nehal1979

આ વાનગી નાના થી મોટા બધા ને ભાવે છે અને તેમાં ઘણા બધા શાકભાજી નો ઉપયોગ થાય છે. તેથી બાળકો માટે પણ સારી પણ છે.

વેજ. સ્પ્રિંગ રોલ્સ (Veg Spring Rolls Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ વાનગી નાના થી મોટા બધા ને ભાવે છે અને તેમાં ઘણા બધા શાકભાજી નો ઉપયોગ થાય છે. તેથી બાળકો માટે પણ સારી પણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક (અંદાજીત
20 રોલ્સ બનશે
  1. સામગ્રી
  2. 100 ગ્રામ કાંદા
  3. 100 ગ્રામ ગાજર
  4. 100 ગ્રામ ફણસી
  5. 200 ગ્રામ કોબીજ
  6. થોડા બાફેલા નુડલ્સ (નાખવા હોય તો)
  7. 1 ટેબલ સ્પૂન આદુ ની પેસ્ટ
  8. 1 ટેબલ સ્પૂન લીલા મરચા ની પેસ્ટ
  9. 2 ટેબલ સ્પૂન લસણ ની પેસ્ટ
  10. મીઠું (સ્વાદ અનુસાર)
  11. ચપટી મરી નો પાઉડર
  12. થોડી ઝીણી સમારેલી કોથમીર
  13. થોડી ઝીણી સમારેલી લીલી ડંગળી
  14. 1 ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ
  15. 1 ટેબલ સ્પૂન સોયા સોસ
  16. 1 ટી સ્પૂન વિનેગર
  17. 1 1/2 કપ મેંદો (પડ બનાવવા)
  18. 2 ટેબલ સ્પૂન તેલ (મોણ માટે)
  19. 2 ટેબલ સ્પૂન મેંદો (સ્લરી બનાવવા)
  20. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1 કલાક (અંદાજીત
  1. 1

    સ્ટફિંગ ની રીત:
    બધા શાકભાજીને ધોઈને લાંબા અને પાતળા કાપી લેવા. નૂડલ્સને બાફીને તૈયાર રાખવા. પેનમાં તેલ ગરમ થાય એટલે તેમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ ઉમેરીને 1/2 મિનિટ માટે સાંતળવું. પેસ્ટ ના બદલે ઝીણા સમારેલા આદુ મરચાં અને લસણ પણ ઉમેરી શકાય. હવે તેમાં લીલી ડુંગળી અને ફણસી (ના હોય તો ચાલે) ઉમેરીને ફુલ તાપ પર એક મિનિટ માટે સાંતળવું. ત્યારબાદ તેમાં બીજા બધા શાકભાજી ઉમેરીને ફૂલ તાપ પર બીજી એક મિનિટ માટે સાંતળવું. હવે તેમાં મીઠું, મરી, સોયા સોસ, રેડ ચીલી સોસ અને વિનેગર ઉમેરીને બરાબર હલાવી લેવું.

  2. 2

    નૂડલ્સ ઉમેરી ને ફરી એક વાર હલાવી ને એક મિનિટ પછી ગેસ બંધ કરી દેવો. ઉપર થી કોથમીર નાખવી. હવે આ મિશ્રણને એકદમ ઠંડું થવા દેવું.
    પડ બનાવવા માટે:
    1 1/2 કપ મેંદા મા પાણી અને થોડું તેલ ઉમેરી ને પૂરી જેવો લોટ બાંધવો. બહુ કઠણ નહિ અને બહુ ઢીલો પણ નહિ. ત્યાર બાદ એક સરખા લૂઆ કરી નાની પૂરી વણવી. પૂરી લઈ બધે સરખું તેલ ચોપડી મેંદા નો લોટ છાંટવો એવીજ રીતે બીજી પૂરી લઈને પણ એમજ કરવું. પછી પડ વડી રોટલી કરીએ છીએ તેમ એક પૂરી ને બીજા ઉપર મૂકી પાતળી રોટલી વણી લેવી.

  3. 3

    નોનસ્ટિક તવી પર આગળ પાછળ એકદમ લાઈટ સાવ આછી ફેરવી ને ઉતારી લેવા પડ. ગરમ હોય ત્યારે જ પડ છૂટા પડી લેવા આ રીતે બધા પડ રેડી કરી ને કપડાથી ઢાંકી ને રાખવા.
    સ્લરી બનાવવા:
    મેંદામાં થોડું પાણી ઉમેરીને જાડી પેસ્ટ બનાવી લેવી જેનો સ્પ્રીંગ રોલ ચોંટાડવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

  4. 4

    રીત:
    હવે એક પડ લઈને નીચેની બાજુ થોડું ફીલિંગ મૂકવું. હવે સાઈડ ની બન્ને બાજુ વાળી ને ઉપર ની તરફ વાળતા જવું. આ રીતે ટાઈટ રોલ બનાવી લેવો અને ઉપરની તરફ મેંદા ની પેસ્ટ લગાડીને રોલને સીલ કરી લેવો. આ રીતે બધા રોલ તૈયાર કરી લેવા. ભરેલા રોલ્સ એક દિવસ માટે ફ્રીઝમાં રાખી શકાય છે કેમકે મેં જે શીટ્સ બનાવી છે એ કાચી-પાકી શેકેલી હોવાથી એકબીજા સાથે ચોંટી જતા નથી. હવે એક કઢાઈ માં તેલ ગરમ થાય એટલે મીડીયમ હિટ પર થોડા થોડા સ્પ્રીંગ રોલ ઉમેરીને લાઈટ તળી લેવા અને એને ફરી પાછા ગોલ્ડન બ્રાઉન કલરના તળી લેવા.

  5. 5

    આમ કરવાથી રોલ્સ ક્રિસ્પી બને છે. આ રીતે બધા સ્પ્રિંગ રોલ તળી ને તૈયાર કરવા. તેને અડધા કાપી, ગરમા ગરમ રોલ્સ ને હોટ ગાર્લીક સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Acharya
Nehal Acharya @Nehal1979
પર

Similar Recipes