"રોટલો"(rotlo recipe in Gujarati)

Smitaben R dave
Smitaben R dave @Smita_dave
Bhavnagar

#goldanapron3#week25
#Millet#,satvik
#માઈઈબુક૧પોસ્ટ૨૪,
બાજરીનો રોટલો એ ગામડાનો મુખ્ય ખોરાક છે.ખૂબજ સાત્વિક અને પૌષ્ટિક છે.દૂધ સાથે લેવામાં આવેતો સંપુર્ણ આહાર બની જાય છે.શહેરમાં લોકો શિયાળામાં જ ઉપયોગ કરતાં હોય છે.

"રોટલો"(rotlo recipe in Gujarati)

#goldanapron3#week25
#Millet#,satvik
#માઈઈબુક૧પોસ્ટ૨૪,
બાજરીનો રોટલો એ ગામડાનો મુખ્ય ખોરાક છે.ખૂબજ સાત્વિક અને પૌષ્ટિક છે.દૂધ સાથે લેવામાં આવેતો સંપુર્ણ આહાર બની જાય છે.શહેરમાં લોકો શિયાળામાં જ ઉપયોગ કરતાં હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબાજરીનો લોટ
  2. મીઠું જરૂર પ્રમાણે
  3. પાણી કણક બાંધવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાજરીનો લોટ કથરોટમા ચાળીલો પછી તેમાં મીઠું ઉમેરો.અને મિકસ કરી પાણીથી નરમ લોટ બાંધી લો. અને મસળો.એ દરમ્યાન ગેસ પર તાવડી ગરમ થવા મૂકી દો.

  2. 2

    લોટને પાણીવળો હાથ કરી હથેળીથી ખૂબ મસળો.પછી તેનો લૂઓ બનાવી હથેળીમાં ગોળ આકાર આપી પછી તેમાંથી ઢાંકણી જેવો આકાર બને એ રીતે બંને હાથની આંગ ળીઓથી ઢાંકણી બનાવો.

  3. 3

    પછી હથેળીના ખૂણા પર ઢાંકણી રાખી બીજી હથેળીથી ગોળ ફેરવી આકાર વધારી મોટો કરતા જાવ પછુ બંને હથેળી વચ્ચે રાખી આકાર ને ઘડો.એટલે પૂરો રોટલો ઘડાઈ જશેઘડાયેલા રોટલાને.હળવેથી ગરમ તાવડીમાં નાખી(સુવડાવી દો)ઉપર પાણીવાળો હાથ લગાવી દો.

  4. 4

    1 થી 1ll મિનિટ માં રોટલો કોરો થવા લાગશે.એટલે ઉથલાવી દો.ફરી.1llમિનિટમાં એ બાજુ ચડી જશે એટલે પહેલાં ની બાજુ રોટલો ઉંધો કરી દો

  5. 5

    .1ll મિનિટમાં રોટલો ફૂલી જશે.એટલે ઉતારી ભરપૂર ઘી/માખણ લગાવી દો.તૈયાર થયેલ રોટલો ગરમાગરમ જ,- દૂધ,/ શાક, /અડદની દાળ,/ખાટા મગ,/લસણની ચટણી/ઊંધિયું/ભાજી/ઓળો/ભરેલા શાક,/કઢી/ગ્રેવી/ ગોળ-ઘી,/થીણુઘી/દહીં/,માખણ,કોઈ પણ ચીઝ સાથે પીરસી શકાશે.તો તૈયાર છે ગરમાગરમ બાજરીનો રોટલો.

  6. 6

    મેં અહીં બે રીતે સવૅ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Smitaben R dave
Smitaben R dave @Smita_dave
પર
Bhavnagar

Similar Recipes