વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

Ishita Rindani Mankad
Ishita Rindani Mankad @Ishita_1287

આપણું National food ખીચડી દરેક ઘર માં બનતી વાનગી છે ... અલગ અલગ પ્રાંત માં, અને ઘરો ની પોતાની પારંપરિક રીત મુજબ બનતી હોય છે.. નાના - મોટા સૌ કોઈ માટે healthy અને balanced meal કહી શકાય એવી વાનગી છે..
#CB1

વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)

આપણું National food ખીચડી દરેક ઘર માં બનતી વાનગી છે ... અલગ અલગ પ્રાંત માં, અને ઘરો ની પોતાની પારંપરિક રીત મુજબ બનતી હોય છે.. નાના - મોટા સૌ કોઈ માટે healthy અને balanced meal કહી શકાય એવી વાનગી છે..
#CB1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫-૨૦ મિનીટ
૩-૪ વ્યકિત
  1. ૧/૪ કપચોખા
  2. ૧/૪ કપલીલી મગ ની દાળ
  3. મોટું ગાજર
  4. મોટી ડુંગળી
  5. ૧/૪ કપલીલા વટાણા
  6. ૫-૬ લસણ ની કળી
  7. ૩-૪ ટેબલસ્પૂન કેપ્સિકમ
  8. 1 ચમચો બટાકા,ફણસી, ફ્લાવર, બ્રોકલી વગેરે કોઈ પણ પસંદગી મુજબ લઈ શકાય છે
  9. ૧ ટેબલસ્પૂનઘી
  10. ૧ ટેબલસ્પૂનતેલ
  11. ૧/૨ ટીસ્પૂનરાઇ
  12. ૧/૨ ટીસ્પૂનજીરું
  13. ૩-૪ લવિંગ
  14. નાનો ટુકડો તજ
  15. ૧-૨ સૂકા લાલ મરચા
  16. ૧ ટીસ્પૂનહળદર
  17. ૧-૨ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  18. ૨-૩ ડાળી મીઠો લીમડો
  19. મીઠું સ્વાદાનુસાર
  20. ૧.૫-૨ કપ પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫-૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ બધા શાકભાજી ને ઝીણા સમારી લેવા

  2. 2

    ત્યાર બાદ દાળ ચોખા ધોઈ ને વઘાર માટે ઘી - તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઇ, તજ,લવિંગ, જીરું,સૂકું મરચું,મીઠો લીમડો નાખી વઘાર કરવો(વઘાર સીધો કૂકર મા જ કરવો)

  3. 3

    ત્યાર બાદ ડુંગળી, લસણ ઉમેરીને ૨-૩ મિનિટ સાંતળવું.. પછી તેમાં બધા શાભાજી ઉમેરી, મસાલા ઉમેરવા ને ૨-૩ મિનીટ થવા દેવું

  4. 4

    ત્યારબાદ દાળ, ચોખા અને પાણી ઉમેરી, બધુ મિક્સ કરી કૂકર માં ૩-૪ સીટી વગાડવી

  5. 5

    કૂકર ની વરાળ નીકળે પછી ગરમા ગરમ ખીચડી કાઢી, દહીં કે રાઈતા સાથે સર્વ કરવી.

  6. 6

    ખીચડી માં પીળી મગ દાળ, તુવેર દાળ કે મિક્સ દાળ પણ લઈ શકાય છે. Variation માટે ચોખા ને બદલે ઘઉં ના ફાડા લઈ સકાય છે.. ઘઉં ના ફાડા અને દાળ ની ખીચડી પણ સ્વાદીષ્ટ બને છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ishita Rindani Mankad
પર

Similar Recipes