સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#CB2
Week 2

સોજીના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)

#CB2
Week 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૨ કપસૂઝી
  2. ૧ કપદહીં
  3. ૧/૪ ચમચીહળદર
  4. મીઠું સ્વાદ મુજબ
  5. લીલુ મરચું ઝીણું સમારેલુ
  6. નાનો કટકો આદુ ની પેસ્ટ
  7. પેકેટ ઇનો
  8. વઘાર માટે
  9. ૩ ચમચીતેલ
  10. ૫-૬ લીમડાના પાન
  11. ૧/૨ ચમચીરાઈ જીરું

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    રવો લઈ તેમાં દહીં નાખવું અને એકદમ સરસ થી હલાવી અને પંદરથી વીસ મિનિટ રેસ્ટ કરવા મૂકી દેવું. પછી તેમાં જરૂર મુજબ પાણી નાખીને હલાવી લેવું.

  2. 2

    ત્યારબાદ તેમાં આદું, મરચા, હળદર બધુ નાખીને સરસ થી મિક્સ કરી લેવું. પછી તેમાં ઇનો નાખીને સહેજ પાણી નાખી અને એકદમ એક જ ડાયરેક્શનમાં હલાવવું.

  3. 3

    પછી તેલથી ગ્રીસ કરેલી થાળી માં આ મિશ્રણને પાથરી તેમાં ઉપરથી લાલ મરચું થોડું ભભરાવી અને સ્ટીમ કરવા ૧૫ -૨૦ મિનિટ માટે મૂકી દેવું.

  4. 4

    પંદરથી વીસ મિનિટ પછી ચપ્પુની મદદથી ચેક કરી લેવું ચડી ગયા હોય તો ગેસ બંધ કરી દેવો. પછી ઠરી જાય પછી ચપ્પુની મદદથી આ રીતે ઢોકળાને ડી મોલ્ડ કરી લેવા.

  5. 5

    પછી તેના પીસ કરી અને એક પેનમાં તેલ મૂકી રાઈ જીરું લીમડો નાખીને વઘાર કરીને ઢોકળા પર રેડી દેવો.

  6. 6

    હવે તૈયાર છે આપણા સોજીના ઢોકળા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes