સુરતી પાપડી ના લીલવા (Surti Papdi Lilva Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યકિત
  1. 250 ગ્રામપાપડી ના દાણા
  2. 1+1 ટી સ્પૂન અજમો
  3. 1/2 ટી સ્પૂનહળદર
  4. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  5. 1/4 ટી સ્પૂનહીંગ
  6. 1 ટી સ્પૂનખાંડ
  7. 1 ટી સ્પૂનલીંબુ નો રસ
  8. 2 નંગસૂકા લાલ મરચાં
  9. 2 ચમચા તેલ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. લીલા મસાલા માટે:-
  12. 1/2 કપસમારેલી કોથમીર
  13. 1/4 કપસમારેલું લીલું લસણ
  14. 7-8લસણની કળી
  15. 5-6લીલી મરચી
  16. 1 ઈંચ નો ટુકડો આદુ
  17. 1 ટેબલ સ્પૂનશીંગદાણા
  18. 1 ટેબલ સ્પૂનતલ
  19. 4-5 ટુકડાસુકું કોપરા ના
  20. 1/2 ટી સ્પૂનજુવાર નો લોટ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જારમાં લીલા મસાલા ના બધા ઘટકો પાણી નાખીને વાટી લેવા. એક તપેલીમાં થોડું પાણી ગરમ કરી લેવું.

  2. 2

    એક કુકરમાં તેલ ગરમ કરી તેમાં સૂકા લાલ મરચા અને અજમાનો વઘાર કરી પાપડી ના દાણા ઉમેરી થોડીવાર સાંતળો. પછી તેમાં મીઠું અને પાણી ઉમેરી 3 સીટી વગાડવી.

  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં અજમો હિંગ અને હળદર નો વઘાર કરી તેમાં લીલો મસાલો ઉમેરી સાંતળવો. પછી તેમાં બાફેલા પાપડી ના દાણા ઉમેરી મિક્સ કરી લેવું.

  4. 4

    પછી તેમાં ધાણાજીરું પાઉડર, મીઠું અને જરૂર પ્રમાણે ગરમ પાણી ઉમેરી બરાબર મિક્સ કરો.

  5. 5

    હવે તેમાં લીંબુનો રસ અને ખાંડ ઉમેરી મિક્સ કરી પછી ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે શાકને ચઢવા દેવું.

  6. 6

    પછી ગેસ બંધ કરી ગરમાગરમ સુરતી પાપડીના લીલવા ને પૂરી, રોટલી અથવા પરાઠા સાથે સર્વ કરો

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes