દાબેલી (Dabeli Recipe In Gujarati)

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૩ લોકો માટે
  1. ૫-૬ નંગ પાવ
  2. ૪-૫ બાફેલા બટાકા
  3. ૩ ટી સ્પૂનદાબેલી મસાલો
  4. ૧ ટી સ્પૂનઆંબલી નો પલ્પ
  5. ૧/૨ કપમસાલા શીંગ
  6. ડુંગળી ઝીણી સમારેલી
  7. ૧/૨ કપદાડમ ના દાણા
  8. ૧/૨ કપનાયલોન સેવ
  9. ૨ ટેબલ સ્પૂનતેલ
  10. કોથમીર જરૂર મુજબ
  11. ૩ ટી સ્પૂનબટર પાવ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ મા તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા ને છુંદો કરી ને નાખો.હવે તેમાં દાબેલી મસાલો,મસાલા શીંગ અને આંબલી નો પલ્પ નાખો.બધું બરાબર હલાવી લો.

  2. 2

    હવે તેને નીચે ઉતારી ને એક પ્લેટ માં કાઢી લો.તેને થોડો પ્લેટ મા પાથરી લો.હવે તેના ઉપર સમારેલી ડુંગળી,સેવ અને કોથમીર વારાફરતી પાથરી લો.

  3. 3

    હવે પાવ લો.તેને વચ્ચે થી કટ કરી લો.ત્યાર બાદ તેમાં લસણ ની ચટણી લગાવો,હવે તેના ઉપર બનાવેલો મસાલો પાથરી દો.ત્યાર બાદ ફરતી થોડી મસાલા શીંગ અને સેવ લગાવી લો.

  4. 4

    હવે એક લોઢી ગરમ કરો. હવે બટર લગાવી ને પાવ ને બંને બાજુ શેકી લો.હવે તેને એક પ્લેટ મા લઈ લો.સેવ અને કોથમીર થી ગાર્નિશ કરી અને સર્વ કરો.

  5. 5

    તો તૈયાર છે ટેસ્ટી એવી દાબેલી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

Similar Recipes