શેર કરો

ઘટકો

1 કલાક
6 સવિગ
  1. 500 ગ્રામઝીણી કટ કરેલ સોફ્ટ ખજુર
  2. 100 ગ્રામદૂધ મા પલાળેલા અંજીર
  3. 300 ગ્રામમોટા ટુકડા મા કટ કરેલ ડાયફુટસ
  4. બદામ પિસ્તા અખરોટ કાજુ
  5. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  6. 1/2 કપઘી
  7. 1/4 ચમચીકેસર
  8. 1/4 કપખસખસ
  9. જરુર મુજબ દૂધ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ ગેસ ઉપર પેન રાખી એક ચમચી ઘી ગરમ થાય એટલે ડાયફુટસ 2 મિનિટ સુધી શેકી લો ખસખસ ને ને પણ શેકી લો ઘી વગર

  2. 2

    હવે ગેસ ઉપર પેન મુકી ઘી ગરમ થાય એટલે ખજુર અંજીર નાખી બરાબર મિક્સ કરી સતત ધીમે તાપે શેકી જરુર પડે તો થોડુ દૂધ એડ કરતા જાવ ને શેકતા જવુ જયા સુધી ખજુર અંજીર સોફ્ટ ન થાય ત્યા સુધી શેકો

  3. 3

    હવે તેમા ડાયફુટસ ઇલાયચી કેસર ખસખસ નાખી બરાબર મિક્સ કરી લો

  4. 4

    હવે ઘી લગાવેલી થાળી મા પાથરી દો ઉપર થોડા પિસ્તા છાટી 1 કલાક બાદ તેના પીસ કરો

  5. 5

    તો તૈયાર હેલ્ધી ખજુર પાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes