મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#CB9 Week-9
મગ દાળ કચોરી
જામનગર ની પ્રખ્યાત, મસાલેદાર, ચટપટી, ખસ્તા કચોરી.

મગ દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)

#CB9 Week-9
મગ દાળ કચોરી
જામનગર ની પ્રખ્યાત, મસાલેદાર, ચટપટી, ખસ્તા કચોરી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦ મિનિટ
૧૦ કચોરી
  1. બહાર ના પડ માટે :
  2. ૧ કપમેંદો
  3. ૧/૨ નાની ચમચીમીઠું
  4. & ૧/૨ મોટી ચમચી મોણ માટે ઘી
  5. ૧ ચપટીબેકિંગ પાઉડર
  6. ૫ મોટી ચમચીપાણી
  7. સ્ટફિંગ માટે :
  8. ૧/૨ કપમગની દાળ ત્રણ કલાક પલાળેલી
  9. ૩ મોટી ચમચીતેલ
  10. ૧ નાની ચમચીધાણા
  11. ૧ નાની ચમચીજીરૂ
  12. ૧+ ૧ નાની ચમચી વરિયાળી
  13. ૨ મોટી ચમચી+ ૨ નાની ચમચી સફેદ તલ
  14. & ૧/૨ નાની ચમચી મીઠું
  15. ૩ મોટી ચમચીસાકર
  16. ૧/૨ નાની ચમચીહળદર
  17. ૧/૪ નાની ચમચીહિંગ
  18. ૧ નાની ચમચીગરમ મસાલો
  19. ૧ નાની ચમચીઆમચૂર પાઉડર
  20. ૩ મોટી ચમચીકાશ્મીરી લાલ મરચું
  21. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૫૦ મિનિટ
  1. 1

    પલાળેલી મગની દાળ માં ૩ મોટી ચમચી પાણી ઉમેરી કૂકર માં એક સીટી વગાડી બાફી લો

  2. 2

    એક થાળી માં મેંદો લઈ તેમાં મીઠું, મોણ, બેકિંગ પાઉડર ઉમેરી બરાબર મસળી ને મિક્સ કરી લો. હવે ૧/૪ કપ થી થોડું ઉપર પાણી લઈ કણેક બાંધી લો. 1/2 કલાક ભીના કપડાથી ઢાંકી ને રાખો.

  3. 3

    ધાણા, એક ચમચી વરિયાળી અને જીરૂ થોડા સેકી લો. હવે બે મોટી ચમચી તલ ઉમેરી થોડું સેકી ગેસ બંધ કરો. કડાઈ માં જ મસાલો ઠંડો થવા દો. ઠંડો થાય પછી મિક્સી ના જાર માં સાકર ઉમેરી દરદરું વાટી લો.

  4. 4
  5. 5

    હવે એક કડાઈમાં ૩ મોટી ચમચી તેલ ગરમ કરી તેમાં બાફેલી મગની દાળ, ધીમા તાપે ૧૦ મિનિટ શેકી લો. તેમાં વાટેલો મસાલો, ૧ ચમચી વરિયાળી, ૨ ચમચી તલ, મીઠું, હળદર, હિંગ, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને કાશ્મીરી લાલ મરચું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  6. 6
  7. 7

    હવે મસાલા ના ૧૦ ગોળા બનાવી લો. મેંદા ને મસળી ને ૧૦ લુવા કરી લો.

  8. 8

    એક લૂઓ લઈ પૂરી વણી લો. એમાં વચમાં મસાલો મૂકી ચારે સાઇડ થી ભેગુ કરી બંધ કરી લો. આ રીતે બધી કચોરી ભરી લો.

  9. 9

    હવે કડાઈ માં તેલ ગરમ કરી ધીમા તાપે કચોરી તળી લો. ગરમ ગરમ કચોરી નાસ્તા માં સર્વ કરો.

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes