મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)

Varsha Dave
Varsha Dave @cook_29963943

#CB9
#week9
મગ ની દાળ ની કચોરી સ્વાદ માં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે

મગ દાળ કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)

#CB9
#week9
મગ ની દાળ ની કચોરી સ્વાદ માં ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે હેલ્ધી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 વાટકો મગ ની દાળ
  2. 1 +1/2 વાટકો મેંદો
  3. 3 ટી સ્પૂનકોપરા નું છીણ
  4. 2 ટી સ્પૂનતલ
  5. 1 ટી સ્પૂનવરિયાળી
  6. 2 ટી સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  7. 1 ટી સ્પૂનગરમ મસાલો
  8. 1 ટી સ્પૂનઆમચૂર પાઉડર
  9. લીલો લીમડો,કોથમીર જરૂર મુજબ
  10. 1 ટી સ્પૂનહળદર
  11. 1 ટી સ્પૂનલાલ મરચું
  12. 2 ટી સ્પૂનધાણા જીરું
  13. મીઠુ જરૂર મુજબ સૌપ્રથમ
  14. 2 ટી સ્પૂનખાંડ
  15. 1 ટી સ્પૂનહિંગ
  16. 1 ટી સ્પૂનરાઈ
  17. 1 ટી સ્પૂનમેથી
  18. 1 ટી સ્પૂનજીરું
  19. 4,5 નંગતજ લવિંગ
  20. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેંદાને ચાળીને તેમાં મુઠી પડતું મોણ અને મીઠું નાખી ગરમ પાણીથી કચોરી માટેનો લોટ બાંધી લો. મગની દાળને ધોઈ કૂકરમાં બાફી લો.

  2. 2

    હવે એક પેનમાં તેલ મૂકી રાઈ મેથી જીરું લીમડો તજ લવિંગ અને હિંગ મૂકી મગની દાળને વઘારી દો.ત્યારબાદ બરાબર હલાવી તેમાં ઉપર મુજબના બધા જ સુકા મસાલા કોપરું,તલ, વરિયાળી,કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લો. અને ગેસ પરથી ઉતારી ઠંડું કરી લો.

  3. 3

    હવે કચોરી માટે લોટ માંથી નાના લૂઆ કરી પૂરી વણી લો.અને તેમાં મગ ની દાળ નો મસાલો ભરી ઉપર થી કિનારી ભેગી કરી ફરી હાથ થી ગોળ સેઇપ આપી દો.

  4. 4

    બધી કચોરી આ રીતે બનાવી લો.ગેસ પર તેલ ગરમ થાય એટલે મિડીયમ ફલેમ પર કચોરી ગુલાબી થાય,ઉપર નું પડ કડક થાય ત્યાં સુધી તળી લો.આમ બધી કચોરી બનાવી લો.

  5. 5

    આ કચોરી ને ખજુર આંબલી ની ચટણી સાથે સર્વ કરી દો.આ કચોરી સ્વાદ માં લાજવાબ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Similar Recipes