જુવારનો પોંક

#MH winter special recipe
સૂરત, બારડોલી અને ભરુચ બાજુ આ પોંક બનાવવા માં આવે છે. ઠેર-઼ઠેર લારીઓમાં વેચાતો મળે. ખાસ શિયાળામાં જ ગરમાગરમ ખાવાની મજા પડે. પોંક નાં વડા અને ભજિયા પણ ખૂબ ફેમસ છે.
જુવારનાં ડૂંડાને ભાઠામાં શેકી, શણનાં કો઼થળામાં ઘસી તેના દાણા કાઢી, સૂપડામાં ઝાટક મારી ફોતરી ઉડાડી ચોખ્ખો કરી વેચવામાં આવે છે. આ દાણા ખૂબ મીઠા લાગે છે. સાથે સેવ, લીંબૂ અને ચાટ મસાલો નાખી ગરમાગરમ ખાવાની મજા જ ઓર છે.
આજે લારીમાં વેચાતો જોઈ લઈ લીધો અને ઘરે ગરમ કરી ખાવાનો આનંદ માણ્યો.
જુવારનો પોંક
#MH winter special recipe
સૂરત, બારડોલી અને ભરુચ બાજુ આ પોંક બનાવવા માં આવે છે. ઠેર-઼ઠેર લારીઓમાં વેચાતો મળે. ખાસ શિયાળામાં જ ગરમાગરમ ખાવાની મજા પડે. પોંક નાં વડા અને ભજિયા પણ ખૂબ ફેમસ છે.
જુવારનાં ડૂંડાને ભાઠામાં શેકી, શણનાં કો઼થળામાં ઘસી તેના દાણા કાઢી, સૂપડામાં ઝાટક મારી ફોતરી ઉડાડી ચોખ્ખો કરી વેચવામાં આવે છે. આ દાણા ખૂબ મીઠા લાગે છે. સાથે સેવ, લીંબૂ અને ચાટ મસાલો નાખી ગરમાગરમ ખાવાની મજા જ ઓર છે.
આજે લારીમાં વેચાતો જોઈ લઈ લીધો અને ઘરે ગરમ કરી ખાવાનો આનંદ માણ્યો.
રાંધવાની સૂચનાઓ
- 1
જુવારનાં પોંક ને ૧ વાર સાફ કરી લો. ફોતરી રહી ગઈ હોય તો કાઢી લેવી.
- 2
હવે માટીની તાવડી પર ઘીમા તાપે શેકી લો. ૨-૩ બેચમાં જરુર મુજબ શેકવો.
- 3
પછી સેવ, લીંબુનો રસ અને ચાટ મસાલો જરુર મુજબ નાખી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
પોંક ભેળ (Ponk Bhel Recipe In Gujarati)
#RDS#JWC4#Cookpadgujarati#ત્રિરંગીરેસીપી શિયાળામાં ખેતરમાં જુવારના નાના કણસલા માં કાચા દાણા ભરાય. ત્યારે તે કણસલા ને તોડી ને શેકી ને દાણા કાઢી લેવા માં આવે તેને પોંક કહે છે. પોંક અલગ અલગ રીતે ખવાય છે. આજે સુરતમાં ખવાતી બેઝિક ભેળ તૈયાર કરી છે. Bhavna Desai -
બટર મસાલા પોંક (Butter Masala Ponk Recipe In Gujarati)
#JWC4સુરત , રાંદેર અને એના આજુ-બાજુ ના વિસ્તાર માં શિયાળામાં ઘણો બધો પોંક નો પાક ઉતરે છે. મુંબઈગરા ખાવા અને ફરવાના બહુજ શોકીન હોય છે એટલે ડિસેંબર ના ક્રિસમસ વેકેશન માં પોંક પાર્ટી (જયાં પોંક મળે છે) મુંબઇગરાઓ થી ઉભરાતું હોય છે.આ ક્રિસમસ ની ઉજવણી કરવા અમે 6 કપલ પોંક પાર્ટી જવા મુંબઇ થી નિકળી પડ્યા.બહુજ મજા કરી.ઘણો બધો પોંક ઘર માટે પણ લીધો. ઘરે પણ કેવી રીતે પોંક ની મઝા માણી એ હું તમને કહું છું.Cooksnap@sneha_patel Bina Samir Telivala -
પોંક (Paunk Recipe In Gujarati)
શિયાળા માં ગરમાગરમ ખાવા ની મજા પડે તેવાં જુવાર પોંક જેમાં સેવ,લીંબુ વગેરે ઉમેરી ને બનાવવા માં આવે છે. Bina Mithani -
સુરતી જુવાર પોંક (Surti Jowar Ponk Recipe In gujarati)
#cookpadindia#cookpad_guj#cookpad#winter#healthyશિયાળાની ઋતુમાં પોંક ની સીઝન હોય છે. શિયાળામાં ગરમાગરમ પોંક ખાવાની મજા પડે છે. જુવાર નો પોંક સુરત શહેરનો ફેમસ છે. આ પોંક માં લીંબુ મરીની સેવ અને થોડું સિંધાલૂણ એડ કરીને મિક્સ કરવામાં આવે છે. જુવારના પોંક માંથી અવનવી વાનગીઓ બને છે જેમકે પોંક વડા, પોંક ભેળ અને પોંક ની પેટીસ.આ પોંક ને પેનમાં થોડું શેકવામાં આવે છે અને તેની પર લીંબુ મરીની સેવ એડ કરીને તેને તરત જ સર્વ કરવામાં આવે છે. Parul Patel -
પોંક ભેળ (Ponk Bhel recipe in Gujarati)
#JWC4#cookpadgujarati#cookpad શિયાળાની સીઝનમાં લીલો પોંક ખૂબ જ મીઠો અને સ્વાદિષ્ટ મળે છે. તેમાં પણ સુરતનો પોંક સૌથી વધુ વખણાય છે. આ પોંક માંથી ઘણી બધી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે પોંક ની ભેળ બનાવી છે આ ભેળ ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Asmita Rupani -
તિરંગી પોંક ભેળ (Tirangi Ponk Bhel Recipe In Gujarati)
#RDS#JWC4#પોંક_રેસિપીસ#Cookpadgujarati#Tricolour_Recipe પોંક ભેળ એ પ્રાદેશિક અને મોસમી વિશેષતા છે, જે ‘પોંક’નામની ગુજરાતી સ્વાદિષ્ટ વાનગી સાથે બનાવવામાં આવે છે. તે મૂળભૂત રીતે એક સ્વાદિષ્ટ નાસ્તો છે જે સામાન્ય રીતે શિયાળામાં ખાવામાં આવે છે.શિયાળાના મહિનાઓમાં ટૂંકા ગાળા દરમિયાન, જુવાર અથવા સફેદ બાજરીના દાણા ખૂબ નાજુક અને રસદાર હોય છે. આ તબક્કે, તેને પોંક કહેવામાં આવે છે અને તેની ભેળ બનાવવાનો શ્રેષ્ઠ સમય છે. મેં આજે તિરંગી પોંક ભેળ બનાવી છે. જ્યારે પણ ઉજવણીનો મૂડ હોય ત્યારે એક પાર્ટી યોજવામાં આવે છે. મિત્રો, કુટુંબીજનો અને પડોશીઓને આમંત્રિત કરવામાં આવે છે આ પોંક ભેળનો સ્વાદ માણવા! Daxa Parmar -
-
પોંક વડા (Green Sorghum Fritters Recipe in Gujarati)
#RC4સુરતી ઘારી અને લોચાની જેમ જ સુરતી પોંકે પણ સુરતના વિખ્યાત જમણમાં એક વિશિષ્ટ સ્થાન હાંસલ કર્યું છેશિયાળા ની ઋતુ માં જ્યારે પોંક ની શરૂઆત થાય ત્યારે આ પોંકવડા ના પણ સુરતી ઓ એટલા જ દિવાના છે.અને શિયાળા માં સુરત કે એના આજુબાજુ ના વિસ્તાર માં આવો તો તમને ઠેર ઠેર પોંક અનો પોંકવડા ના સ્ટોલ જોવા મળશે.અને હવે તો પોંક માંથી ઘણી એવી વેરાયટી બને છે જેવી કે પોંક પેટીસ, પોંક ના સમોસા, વઘારેલો પોંક વગેરે…આ પોંકવડા સાથે સ્પેશિઅલ ગ્રીન ચટણી પિરસવામાં આવે છે જે પણ પોંક માંથી જ બનાવવા માં આવે છે. Sachi Sanket Naik -
જુવાર ના લીલા પોંક અને ફુદીનાનાની ચટણી
#ચટણીમિત્રો હું સુરત ની છું.અહી શિયાળામાં પોંક અને તેમાં થી બનતી નતનવી વાનગીઓ જોવા મળે છે.કાલ જ હું જૂવારનો પોંક લાવી, મિત્રો પોંક ખાવામાં ખૂબ જ મિઠો લાગે છે.ખેડતો ચોમાસામાં જે પાક વાવે તે પાક ને પાકે તે પહેલાં કાઢી લે તેને પોંક કહેવાય છે.જે ઘઉં,જુવાર, નો હોય છે.પોક માં થી વડા, પેટીસ, સમોસા જેવી વાનગીનો બનેછે તો મેં તેમાંથી ચટણી બનાવી, ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે.ચાલો બનાવી એ.Heen
-
લીલા પોંક નો ચેવડો
#નાસ્તો#TeamTreesહેલો કેમ છો મિત્રો,આજે આપણે અહીંયા શીખવા જઈ રહ્યા છીએ, સુરતના આંધળી વાનીના પોંક નો ચેવડો. આમ તો પોંક ના વડા ફેમસ છે પરંતુ પોંક નો ચેવડો પણ એટલો જ સરસ અને સ્વાદિષ્ટ લાગે છે...... શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ચેવડાની લિજ્જત માણવાની મજા જ કંઈ અલગ હોય છે...... તો ચાલો મિત્રો લીલા પોંક નો ગરમાગરમ ચેવડો શીખીએ...... મિત્રો સિઝનમાં જરૂરથી એક વખત ટ્રાય કરજો. 😋😋😋 Dhruti Ankur Naik -
મિર્ચી પોંક વડા
#તીખીઆ પોંક વડા તીખા અને યમ્મી છે.ઘઉં ના પોંક માં થી બનાવેલા આ વડા લીલા લસણ,મરચા થી ભરપુર છે. Anjana Sheladiya -
પોંક ભેળ(Ponk Bhel recipe in Gujarati)
#GA4#WEEK16#જુવાર ભેળ નું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે.એમાં પણ અત્યારે શિયાળા ની સિઝન મા જુવાર અને ઘઉં નો પોંક મળતો હોય છે. જે ખાવા માં બહુ જ મીઠો લાગતો હોય છે.તેમાં મીઠું અને મરચું નાખી ને ખવાતો હોય છે . તેની બીજી ઘણી બધી વાનગીઓ બને છે.મે આજે અહીં તેનો ઉપયોગ ભેળ માટે કર્યો છે. Vaishali Vora -
પોંક ની ભેળ (Paunk Bhel Recipe In Gujarati)
#KS3#cookpadindia#cookpadgujratihttps://cookpad.wasmer.app/in/recipeઆજે બનાવી પોંક ની ભેળ...!!!પોંક એ શિયાળામા મળે અને એ પણ ખુબ ઓછા સમય માટે❤️સુરત નો પોંક ખુબ વખણાય👍✅આજે મે ઓમાંથી સહેલી ને દરેક ને ભાવે તેવી ભેળ બનાવી ❤️❤️ Linima Chudgar -
પોંક ચીલા (Ponk Chila Recipe In Gujarati)
#JWC4 પોંક,જે સ્વાદિષ્ટ અને હેલ્ધી માત્ર શિયાળા માં મળતાં ગુજરાત માં પ્રખ્યાત તેમાંથી બેસન ચીલા માં પોંક ખૂબ જ સરસ ટેસ્ટ લાવે છે.જે બની ગયાં બાદ તરત જ સર્વ કરો.તેમાં ચોખા નો લોટ ઉમેરવાંથી ક્રિસ્પી બને છે. Bina Mithani -
બૅક કરેલા પોંક વડા
શિયાળા માં પાકતો જવાર , અંગ્રેજીમાં સોરઘુમ, ગુજરાતી માં પોંક ને મરાઠી માં પંખી કહેવાય છે ને આરોગાય છે. આમ તો આ વાનગી તળી ને બનાવાય પણ અહીંયા એર ફ્રેયેર માં બનાવ્યું છે. Jasmin Motta _ #BeingMotta -
સુરતી પોંક વડા (Surti ponk vada recipe in gujarati)
#GA4#week16#jowarશિયાળા ની ઋતુ માં લીલી જુવારનો પાક થતો હોય છે જેમાંથી ખેડૂતો ભઠ્ઠા પર શેકી ને પોંક બનાવતા હોય છે અને તેમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનતી હોય છે જેમાં જુવાર ના પોંક ના વડા, પોંક ભેળ સુરત શહેર માં ખૂબ પ્રખ્યાત છે.. જે ખાવા માં ખૂબ મજેદાર હોય છે. શિયાળા માં લીલું લસણ અને લીલી ડુંગળી પણ વધુ પ્રમાણ માં મળતા હોવાથી તેનો પણ પોંક વડા માં ઉપયોગ થતો હોય છે જે સ્વાદ માં ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
પોંક ડ્રાયફ્રૂટ લાડુ (Ponk Dryfruits Ladoo Recipe In Gujarati)
#JWC4 ઠંડી ની સિઝન માં ખૂબ સરસ જુવાર નો પોંક મળતો હોય છે.પોંક માંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય. પોંક નાં લાડુ તે પણ એકદમ હેલ્ધી કેમ કે તેમાં ખજૂર અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરીને બનાવ્યાં છે. Bina Mithani -
-
મેથીના ગોટા(Methi pakoda recipe in Gujarati)
#MW3શિયાળો આવે એટલે ભરપૂર મેથીની ભાજી આવે અને ઠંડીમાં ગરમાગરમ ગોટા ખાવાની મજા જ ઓર છે. Neeru Thakkar -
ચટપટા પોંક (Chatpata Paunk Recipe In Gujarati)
#MBR9 ગુજરાત નો સૌથી પ્રિય હેલ્ધી શિયાળા નો નાસ્તો જે દિવસ માં ગમે ત્યારે ખાવા ની મજા પડે છે.જે શેકેલા જુવાર ના દાણા માંથી બનાવવામાં આવે છે. Bina Mithani -
જુવાર ના પોંક ની ટીક્કી (Jowar ponk Tikki Recipe in Gujarati)
#KS3જુવાર ના પોંક ની ટીક્કી Ramaben Joshi -
પોંક નો ચેવડો (Ponk Chevdo Recipe In Gujarati)
#JWC4#Cookpadgujarati સુરતી લીલાં પોંક ના ચેવડા ની સ્વાદિષ્ટ રેસીપી. Bhavna Desai -
ચીઝ કોનॅ(cheese corn recipe in Gujarati)
#સુપરશેફ૩ #મોનસુન વરસતા વરસાદ માં ગરમાગરમ મકાઈ ખાવાની મજા જ કાઈ અલગ છે. Kruti Shah -
મકાઈ બટર મસલા(makai butter masala recipe in gujarati)
#ફટાફટઆ મકાઈ બટર મસાલા નાના-મોટા બધા ની ખૂબ જ પ્રિય હોય છે અને બધાને ખૂબ જ ભાવતી હોય છે આ ચોમાસાની સિઝનમાં ખાવાની મજા જ કંઈક અલગ આવે છે અને એકદમ ફટાફટ બની જાય છે. Komal Batavia -
બટર મસાલા સુરતી પોંક (Butter Masala Surti Ponk Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
ભરેલા મરચાં ના ભજીયા (Bharela Marcha Bhajiya Recipe In Gujarati)
#WK1શિયાળામાં ગરમાગરમ મરચા ના ભજીયાં ખાવાની મજા કંઈક ઓર જ છે.. Shah Prity Shah Prity -
મકાઈ ની ચટપટી (Makai Chatpati Recipe In Gujarati)
વરસાદ માં ખાવાની ખૂબ મજા આવે છે મારા ઘરમાં બધાને બહુ ભાવે છે Meghna Shah -
જાદરિયું (Jadariyu recipe in Gujarati)
#JWC4#cookpad_gujaratiજાદરિયું એ ઘઉં ના પોંક થી બનતું સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ ગુજરાતી વ્યંજન છે. દાદી- નાની ના સમય નું આ વ્યંજન હવે વિસરાતી વાનગી ની શ્રેણી માં આવે છે. જ્યારે તાજા ઘઉં નો પોંક મળતો હોય ત્યારે જાદરિયું ખૂબ બને છે. લીલા ચણા/જીંજરા નું પણ જાદરિયું બનાવી શકાય. જો કે ઘઉં નો પોંક સર્વત્ર ગુજરાત માં નથી મળતો. સૌરાષ્ટ્ર- કાઠિયાવાડ વિસ્તાર માં ઘઉં નો પોંક સહેલાઇ થી મળી જાય છે. ઘઉં ના પોંક ને સુકવી, સેકી ને લોટ કરી ને જાદરિયું બને છે, જો કે સીઝન માં ઘઉં ના પોંક નો લોટ બજાર માં મળતો હોય છે. Deepa Rupani -
સુકી ભેળ (Suki Bhel Recipe In Gujarati)
#JWC2ઉતરાયણ પર અગાશી માં સુકી ભેળ બનાવવા ની અને ખાવાની ખૂબ જ મજા આવે છે, ઓછી સામગ્રી થી ફટાફટ બની જાય છે Pinal Patel -
ગલકા તુવેર દાણા નું શાક (Galka Tuver Dana Shak Recipe In Gujarati)
#RC4ગલકા તુવેર દાણા નું રસાવાળુ શાક ખાવાની ખૂબ મજા આવે છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (4)