વેજ દમ બિરયાની (Veg Dum Biryani Recipe In Gujarati)

Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
Vadodara
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 વાટકી- બાસમતી ચોખા
  2. ૧ વાટકી- બી રસ્તો
  3. 2- ડુંગળી,
  4. 1 નંગકેપ્સિકમ
  5. 1વાટકો અધ કચરા બાફેલાં શાક (ફણશી, ફ્લાવર, ગાજર, વટાણા)
  6. 1 વાટકીદહીં
  7. 1/2 વાટકીફ્રાય કાજુ
  8. 10- ફુદીનાના પાન
  9. ખડા મસાલા -
  10. 1-તજ
  11. 5 નંગલવિંગ
  12. 7 નંગમરી
  13. 2- આખી ઈલાયચી
  14. 2 સ્પૂનબિરયાની મસાલો
  15. 1/4 કપદૂધ
  16. 6-7કેસરના તાંતણા
  17. ઘી કે તેલ અને ગાર્નિશીંગ માટે કોથમીર
  18. સ્વાદ પ્રમાણેમીઠું
  19. ધૂગાર આપવા માટે કોલસો

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    બાસમતી ચોખાને ધોઈને 1/2 કલાક પલાળી રાખો ત્યાર પછી એંસી ટકા જેટલા ચડાવી લો ચોખા બાફતી વખતે તેમાં મીઠું અને લીંબુનો રસ નાખવો

  2. 2

    બધા શાકભાજીને અધકચરા બાફી લેવા

  3. 3

    એક બાઉલમાં ૩ ચમચી દહીં લઈ તેના બી રસ્તો નાખી મિક્સરમાં ક્રશ કરી લો ત્યાર પછી તેમાં બાકીનું દહીં લસણ મરચાની પેસ્ટ લાલ મરચું હળદર ધાણાજીરું બિરયાની મસાલો નાખી તેમા અધકચરા બાફેલા શાક નાખી દો મેરીનેટ કરેલા શાકભાજીને અલગ થી મૂકી દો

  4. 4

    ઊંડા અને પહોળા પેનમાં ઘી અને તેલ લઇ ખડા મસાલા આદુ મરચાની પેસ્ટ ઝીણા સમારેલા કાંદા કેપ્સિકમ સાંતળી લેવા ત્યાર પછી તેમાં મેરીનેટ કરેલું મિશ્રણ ઉમેરી તેના ઉપર દેશના સળગતા કોલસા ઉપર ઘી મૂકી ધૂગાર આપો છેલ્લે જોઈતા પ્રમાણમાં મીઠું નાંખી બરાબર મિક્સ કરી લો

  5. 5

    એક પેનમાં સૌપ્રથમ મેરીનેટ કરેલા શાકભાજીનું લેયર કરી લેવું પછી તેના ઉપર અધકચરા બાફેલા ચોખાનું લેયર કરી લેવું ચોખાના લેયર પર બિરસ્તો અને ફુદીનાના કાપેલા પાન મુકવા

  6. 6

    આ રીતે બેથી ત્રણ લેયર સળંગ કરવા અને ઢાંકીને પંદરથી વીસ મિનિટ ધીમા તાપે થવા દેવું
    20 મિનિટ પછી દમ બિરયાની તૈયાર છે
    બિરયાની ની ઉપર તળેલા કાજુ અને બી રસ્તો અને ફુદીનાનાં પાનથી ગાર્નિશ કરો
    ધુગાર આપવા કોલસો ગરમ કરી ને તેમાં વચ્ચે ડિશ મૂકી ઢાંકી દો. પછી ૩ મિનિટ રાખી કાઢી લો.

  7. 7

    તો રેડી છે સ્વાદિષટ વેજ દમ બિરયાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Rajpara
Kajal Rajpara @Cook_with_Kajal
પર
Vadodara

ટિપ્પણીઓ (2)

Similar Recipes