વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#AM2
બધા શાકભાજી થી ભરપુર તેમજ હેલ્ધી વેજ બિરયાની.

વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#AM2
બધા શાકભાજી થી ભરપુર તેમજ હેલ્ધી વેજ બિરયાની.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૨ કપબાસમતી ચોખા
  2. ૧/૨લીલા વટાણા
  3. ગાજર
  4. કેપ્સીકમ
  5. ૧ કપફ્લાવર
  6. ૧ નંગબટાકુ
  7. નાનો આદુ નો કટકો
  8. લીલું મરચું
  9. ૫-૬ લસણની કળી
  10. ૧ નંગટામેટું
  11. તમાલપત્ર
  12. કટકો તજનો
  13. લવિંગ
  14. સ્ટાર
  15. ડુંગળી ઝીણી સમારેલી
  16. ૧ ચમચીલાલ મરચું
  17. ૧/૨ ચમચીધાણાજીરૂ
  18. ૧/૨જીરુ પાઉડર
  19. ૧/૪ ચમચીહળદર
  20. ચપટીહિંગ
  21. ૧/૨ ચમચીગરમ મસાલો
  22. ૪ ટી સ્પૂનતેલ વઘાર માટે
  23. ૧ ચમચીઘી
  24. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા બાસમતી ચોખાને ધોઈ અને ૧૫થી ૨૦ મિનિટ પલાળી રાખવા.

  2. 2

    પછી એક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે તજ, લવિંગ તમાલપત્ર અને જીરુ મૂકીને પાણીથી વઘાર કરવો. પછી તેમાં પલાળેલા ચોખા ઉમેરી દેવા.

  3. 3

    ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને બિરયાની ને સરસ કલર આપવા માટે હળદર નાખી ભાતને પાંચ થી દસ મિનિટ ચડવા દેવા.

  4. 4

    પછી આ રીતે બધા શાકભાજીને તૈયાર કરી લેવા. એક પેનમાં તેલ મૂકી તેમાં બધા ખડા મસાલા ઉમેરી અને ડુંગળી થી વઘાર કરવો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લેવી.

  5. 5

    પછી આ રીતે ટામેટાં, આદુ, લસણ અને મરચાની પેસ્ટ બનાવી લેવી. ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં આ પેસ્ટ ઉમેરી અને બધા શાકભાજી ઉમેરી અને પેનને કવર કરી પાંચથી સાત મિનિટ શાકભાજીને ચડવા દેવા.

  6. 6

    પાંચથી સાત મિનિટ પછી શાકભાજીને ચેક કરી લેવા ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી બધું મિક્સ કરી તેમાં થોડું પાણી નાખી અને બધું સરસ થી ચડી જવા દેવું.

  7. 7

    ત્યાર બાદ એક પેનમાં આપણે ભાત અને બધા શાકભાજી ની લેયર બનાવીશું પેલા ભાત અને પછી બધું શાક તેમાં થોડી કોથમીર અને ફુદીનો સ્પ્રેડ કરી પછી પાછું ભાત અને શાક એ રીતે લેયર બનાવી ૩ થી ૪ મિનિટ બધું ધીમા તાપે પર રાખી અને કૂક થવા દેવું. આ રીતે એટલા માટે કરવામાં આવે છે કે ભાતમાં બધા શાકભાજીનો સ્વાદ સરસ થી મિક્સ થઈ જાય.

  8. 8

    હવે આપણી સ્વાદિષ્ટ વેજ બિરયાની તૈયાર છે. તેને કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes