સોજી મકાઈના ઢોકળા (Suji corn dhokala recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#CB2
#week2
#soji/rava_dhokala
#dhokala
#chhappanbhog
#cookpadindia
#COOKPADGUJRATI
#breakfast
#instant
બાળકોના લંચબોક્સમાં અથવા તો સવારના નાસ્તા માટે ફટાફટ કોઈ વાનગી બનાવવી હોય તો આપણે ઈન્સ્ટન્ટ વાનગી કઈ બને છે તે જ વિચારતા હોઈએ છીએ. મોટાભાગે રવા માંથી બનતી બધી જ વાનગી ઇન્સ્ટન્ટ બની જતી હોય છે. તેને બહુ વાર પલાળવો પડતો નથી. અહીં ને સોજી નો ઉપયોગ કરીને તેની સાથે પીળી મકાઈ એટલે કે દેશી મકાઈ ઉમેરીને ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવ્યા છે. જે તમે લંચબોક્સમાં આપી શકો છો, આ ઉપરાંત કોઇ અચાનક ઘરે આવ્યો હોય તો ગરમ નાસ્તા તરીકે પણ સર્વ કરી શકાય છે.આ ઉપરાંત આપણે પણ ગમે ત્યારે ભૂખ લાગે ત્યારે ફટાફટ બનાવીને ખાઈ શકીએ છીએ. અહીં મેં તેની સાથે નારિયેળની ચટણી સર્વ કરેલ છે જો સવારમાં આપણે પણ આવો હેલ્દી અને પેટ ભરે લો નાસ્તો લઈએ જેમાં કેલરી ઓછી હોય છે તો ભૂખ જલ્દી લાગતી નથી અને પેટ ભરેલું લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. ૧ કપ રવો/સોજી
  2. અડધો કપ દેશી ટીમલી મકાઈનો ભૂકો
  3. અડધો કપ દહીં
  4. મીઠું સ્વાદાનુસાર
  5. અડધો ચમચો તેલ
  6. 1પેકેટ ઈનો
  7. ૧ ચમચો દુધી નું છીણ
  8. અડધો ચમચો તાજા નારિયેળનું છીણ
  9. પા ચમચી લાલ મરચું પાવડર
  10. પા ચમચી મરી પાવડર
  11. પા ચમચી જીરૂં પાવડર
  12. વઘાર કરવા માટે:
  13. 1ચમચો તેલ
  14. પા ચમચી રાઈ
  15. પા ચમચી આખું જીરૂ
  16. અડધી ચમચી તલ
  17. 4-5લીલા મરચાં
  18. 1ડાળખી મીઠો લીમડો
  19. ચપટી હિંગ
  20. સાથે સર્વ કરવા માટે: લીલા નાળિયેરની ચટણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    એક બાઉલમાં દહીં, રવો અને પીળી મકાઈ નો ભૂકો ઉમેરી ને ખીરું તૈયાર કરી 20 મિનિટ માટે પલાળી રાખો. હવે એક તરફ ઢોકળા બનાવવા માટે પાણીનાં આધણ ને ઉકળવા મૂકી દો અને ખીરામાં એક ચમચો દૂધીનું છીણ અને અડધો ચમચો છીણેલું તાજું નાળિયેર ઉમેરો. સ્વાદ અનુસાર મીઠું અને તેલ ઉમેરી દો.

  2. 2

    પાણી નીકળી જાય એટલે ખીરામાં ઈનો ઉમેરી બરાબર મિક્સ કરીને, ગ્રીસ કરેલી થાળી માં ખીરુ ઉમેરીને તેના ઉપર જીરુ પાવડર,મરી પાવડર અને લાલ મરચું પાવડર બનાવીને તેને આઠથી દસ મિનિટ માટે વરાળે બાફી લો.

  3. 3

    એક વગેરેમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે તેમાં જીરૂં,તલ,લીલા મરચાં,મીઠો લીમડો અને હીંગ ઉમેરો, હવે આ વઘારને તૈયાર થયેલા ઢોકળા નાં ટુકડાં ઉપર રેડો.

  4. 4

    તૈયાર છે ગરમાગરમ અને હેલ્ધી એવા સોજી અને પીળી મકાઈ ના ઢોકળા તેને લીલા નાળિયેરની ચટણી સાથે સર્વ કરેલ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes