દુધી ના મુઠીયા (Dudhi Muthiya recipe in Gujarati) (Jain)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#GA4
#WEEK21
#DUDHI
#COOKPADGUJRATI
#COOKPADINDIA
મુઠીયા એ ગુજરાતી ઘરમાં બનતું એક ફરસાણ છે આ ફરસાણ વર્ષો થી બધાને ઘરે બનાતું આવે છે. જે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ફટાફટ તૈયાર થઇ જાય છે.

દુધી ના મુઠીયા (Dudhi Muthiya recipe in Gujarati) (Jain)

#GA4
#WEEK21
#DUDHI
#COOKPADGUJRATI
#COOKPADINDIA
મુઠીયા એ ગુજરાતી ઘરમાં બનતું એક ફરસાણ છે આ ફરસાણ વર્ષો થી બધાને ઘરે બનાતું આવે છે. જે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ફટાફટ તૈયાર થઇ જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 200 ગ્રામઘઉંનો કરકરો લોટ
  2. 150 ગ્રામદુધી ની છીણ
  3. 1 મોટી ચમચીદહીં
  4. 2 ચમચીખાંડ
  5. 1 ચમચીલીલા મરચાની પેસ્ટ
  6. 1/2 ચમચીલાલ મરચાનો પાઉડર
  7. ૧/૪હળદર પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ચપટીસાજીના ફૂલ
  10. 1ચમચો તેલ મોણ માટે
  11. મુઠીયા વઘારવા માટે:
  12. ૧/૨ચમચો તેલ
  13. 1/4 ચમચીરાઈ
  14. ૧ ચમચીતલ
  15. ૧/૪ ચમચીહિંગ
  16. ચપટીલાલ મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    ઘઉંના કકરા લોટ માં બધા જ મસાલા અને તેલ ઉમેરીને બરાબર લોટને મસળી લો.

  2. 2

    પછી તેમાં છીણેલી દૂધી ઉમેરીને નરમ કણક તૈયાર કરો.

  3. 3

    ઢોકળિયામાં પાણી મુકી ઉકળવા મુકો. પાણી ઉકળવા મળે એટલે તેમાં મુઠીયા ની તૈયાર કરેલી કણકમાંથી મુઠીયા ના વાટા મૂકી 20 મિનિટ માટે ના બાફી લો. પછી ઠંડા પડે એટલે તેના ટુકડા સમારી લો.

  4. 4

    એક કડાઇમાં તેલનો વઘાર મૂકી તેમાં રાઈ ઉમેરો ર રાઈ તતડે એટલે તેમાં હિંગ અને તલ ઉમેરો. પછી તેમાં ચપટી લાલ મરચું ઉમેરો અને તરત જ મુઠીયા ના ટુકડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. ત્રણ-ચાર મિનિટ માટે ધીમા તાપે મુઠિયાં શેકવા દો.

  5. 5

    તૈયાર દુધી ના મુઠીયા ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

Similar Recipes