મેથી મસાલા ભાખરી (Methi Masala Bhakri Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

માય બેસ્ટ રેસીપીસ
#MBR4 : મેથી મસાલા ભાખરી
રાતના જમવાના માં દરેક ના ઘરમા લગભગ ભાખરી થેપલા પરોઠા પૂરી બનતુ હોય છે . એની સાથે દૂધ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મેથી મસાલા ભાખરી બનાવી જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે.

મેથી મસાલા ભાખરી (Methi Masala Bhakri Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

માય બેસ્ટ રેસીપીસ
#MBR4 : મેથી મસાલા ભાખરી
રાતના જમવાના માં દરેક ના ઘરમા લગભગ ભાખરી થેપલા પરોઠા પૂરી બનતુ હોય છે . એની સાથે દૂધ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મેથી મસાલા ભાખરી બનાવી જે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
ત્રણ વ્યક્તિ
  1. 1બાઉલ રોટલી નો લોટ
  2. 1 ટીસ્પૂનમીઠું
  3. 1/2 ટીસ્પૂન જીરું
  4. 1/2 ટીસ્પૂન મરી પાઉડર
  5. 1/2 ટીસ્પૂન અજમો
  6. 1 ચપટીહિંગ
  7. 1 ચપટીહળદર
  8. 1/4 ટીસ્પૂન લાલ મરચુ પાઉડર
  9. 1 ટેબલસ્પૂનફ્રેશ મેથી
  10. 2 ટેબલસ્પૂનતેલ
  11. નવશેકુ દૂધ જરૂર મુજબ
  12. જરૂર મુજબ બટર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં રોટલી નો લોટ ચાળી લેવો ઉપર બતાવેલા બધા જ મસાલા નાખી તેલનું મોણ દહીં મિક્સ કરી નવસેકા દૂધથી પરોઠા જેવો લોટ બાંધી લેવો. લોટ ને પાંચ મિનિટ રેસ્ટ આપવો.

  2. 2

    ત્યારબાદ તેમાંથી મીડીયમ સાઈઝ નો લુવો લઇ ભાખરી વણી લેવી વેલણના મદદથી તેમાં ખાડા કરી લેવા.

  3. 3

    નોન સ્ટિક પેનને ગરમ કરવા મૂકવી પેન ગરમ થાય એટલે ભાખરીને બંને બાજુ લાકડા ના ડટ્ટાથી દબાવી અને શેકી લેવી શેકાઈ જાય એટલે ઉપર બટર લગાવી દેવું.

  4. 4

    એ રીતે બધી ભાખરી તૈયાર કરી લેવી.

  5. 5

    સર્વિંગ પ્લેટમાં ગોઠવી ગરમ ગરમ ભાખરી સર્વ કરવી.
    તૈયાર છે
    મેથી મસાલા ભાખરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes