ઇદડા (idada Recipe in Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#trend4

ઇદડા એ આમ તો ઇડલીનું જ એક બીજું સ્વરૂપ છે ,,પણ બનાવીયે ત્યારે
તેનો સ્વાદ ઈડલી કરતા અલગ જ આવે છે ,લગભગ ઢોકળાની હરોળમાં
આવી ગયા છે ઇદડા ,,કંઈપણ પ્રસંગ હોય સાથે હળવા ફરસાણ તરીકે
ઇદડા પ્રથમ પસંદગી હોય છે ,આમ પણ ઇદડા પચવામાં પણ સહેલાં છે ,,
આથો લાવીને બનાવેલા હોવાથી b12 વિટામિન પણ ભરપૂર મળે છે
અને કાર્બોહાઇટ્રેડ અને પ્રોટીન પણ ભરપૂર મળે છે ,,નાસ્તા તરીકે
પણ ઉપયોગમાં લેવાય છે ,,કેમ કે ચા -કોફી સાથે વઘારેલા ઇદડા ખુબ જ
સરસ લાગે છે ,

ઇદડા (idada Recipe in Gujarati)

#trend4

ઇદડા એ આમ તો ઇડલીનું જ એક બીજું સ્વરૂપ છે ,,પણ બનાવીયે ત્યારે
તેનો સ્વાદ ઈડલી કરતા અલગ જ આવે છે ,લગભગ ઢોકળાની હરોળમાં
આવી ગયા છે ઇદડા ,,કંઈપણ પ્રસંગ હોય સાથે હળવા ફરસાણ તરીકે
ઇદડા પ્રથમ પસંદગી હોય છે ,આમ પણ ઇદડા પચવામાં પણ સહેલાં છે ,,
આથો લાવીને બનાવેલા હોવાથી b12 વિટામિન પણ ભરપૂર મળે છે
અને કાર્બોહાઇટ્રેડ અને પ્રોટીન પણ ભરપૂર મળે છે ,,નાસ્તા તરીકે
પણ ઉપયોગમાં લેવાય છે ,,કેમ કે ચા -કોફી સાથે વઘારેલા ઇદડા ખુબ જ
સરસ લાગે છે ,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ કપચોખા
  2. ૧ કપઅડદની દાળ
  3. ૧ કપછાસ
  4. સ્વાદમુજબમીઠું
  5. ૧ ટીસ્પૂનખાવાનો સોડા
  6. ૧ ટીસ્પૂનરાઈ
  7. ૨ ટીસ્પૂનસફેદતલ
  8. જરૂર મુજબ લીલું મરચું
  9. ૧ ડાળી મીઠા લીમડાના પાન
  10. ૨ ચમચી તેલ વઘાર માટે
  11. જરૂર મુજબ કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા અને અડદની દાળને બે થી ત્રણ વાર ધોઈ
    ચાર કલાક માટે પલાળી લ્યો,
    બન્ને અલગ અલગ પલાળવા,

  2. 2

    ચાર કલાક બાદ બન્ને ને મીક્ષીમાં પીસી લેવા,
    જરાપણ કણી ના રહેવી જોઈએ,
    સુંવાળી પેસ્ટ તૈય્યાર કરવી,
    તેમાં એક કપ છાસ ઉમેરી પાંચ થી છ કલાક માટે ઢાંકી ને રાખી દ્યો,
    આથો સરસ આવી જશે,
    છાસ સ્વાદ મુજબ નાખવી,
    ખીરું પલાળતી વખતે બહુ ઢીલું ના રાખવું કેમ કે
    બનાવતી વખતે આછું કરી શકાય,,બહુ પાતળું હશે તો તો
    આથો આવતા વાર લાગશે,

  3. 3

    હવે ખીરામાં જરુરમુજબ મીઠું અને ખાવાનો સોડા ઉમેરી ફીણી લ્યો,
    ઢોકળીયાને ગરમ થવા મૂકી દ્યો,તેનું પાણી ઉકલી જાય એટલે
    ઢોકળાની થાળી તેલવાળી કરી ઈદડાનું ખીરું પાથરી દ્યો,
    બહુ જાડો થર ના કરવો,,પાતળું ખીરું પાથરવું,
    ઉપર લાલ મરચું ભભરાવી દ્યો,
    દસ મિનિટ માટે ઢાંકણ બન્દ કરી ચડવા દ્યો,
    ઇદડા બફાઈ જાય એટલે ગેસ બન્દ કરી સીઝવા દ્યો,

  4. 4

    બે થી ત્રણ મિનિટ બાદ ઇદડા સીઝી જાય એટલે ભાર કાઢી લેવા,
    એક વઘારિયામાં વઘાર માટે બે ચમચી તેલ ગરમ મુકો,
    તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરો,
    રાઈ તતડી જાય ત્યારબાદ તલ અને લીમડાના પાન અને લીલા મરચાના
    ટુકડા ઉમેરો,,કોથમીર ભભરાવો,
    ઈદડાની થાળી પર આ વઘાર રેડી દ્યો,
    નાના એકસરખા પીસ કરી ગરમ ગરમ પીરસો,,

  5. 5

    તો તૈય્યાર છે ઇદડા,,,
    ઇડલીનું ખીરું વધુ હોય ત્યારે પણ બનાવી શકાય છે,,
    ચોખા અને દાળને પલાળવા ના હોય તો સીધા દળી લઈને પણ બને છે,
    આથો સરસ આવે તેમ એક્દુમ પોચા રૂ જેવા બને છે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes