ઇદડા(idada recipe in Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#FFC3
સુરત નાં પ્રખ્યાત ઇદડા કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે.તેનાં આથા માં પૌઆ ઉમેરવાંથી પોચા બને છે.

ઇદડા(idada recipe in Gujarati)

#FFC3
સુરત નાં પ્રખ્યાત ઇદડા કેરી નાં રસ સાથે ખૂબ જ સરસ લાગે છે.તેનાં આથા માં પૌઆ ઉમેરવાંથી પોચા બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 2 કપચોખા
  2. 1 કપઅડદ ની દાળ
  3. 1/2 ચમચીમેથી નાં દાણા
  4. 1/2 કપપૌઆ
  5. 1 કપઘટ્ટ ખાટું દહીં
  6. મીઠું પ્રમાણસર
  7. 1 ચમચીઆદું ખમણેલું
  8. 8-10કળી લસણ (પેસ્ટ)
  9. 3-4 નંગતીખાં મરચાં(ઝીણાં સમારેલાં)
  10. 2-3 ચમચીતેલ
  11. 1/2 ચમચીમરી પાઉડર
  12. 1 ચમચીઘી (થાળી ગ્રીસ કરવાં માટે)
  13. 1/4 કપકોથમીર
  14. વઘાર માટે:
  15. 3 ચમચીતેલ
  16. 1 ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખા અને દાળ 3-4 વખત ધોઈ નિતારી તેમાં મેથી દાણા ઉમેરી 6-7 કલાક પલાળો...ગ્રાઈન્ડર માં દહીં અને પૌઆ નાખી બારીક ઘટ્ટ પીસવું..બાદ 7-8 કલાક માટે આથો આવવાં દો.

  2. 2

    આથા માં મીઠું,આદું-મરચાં અને લસણ ઉમેરી મિક્સ કરો.તેમાં થી એક કપ જેટલું લઈ 2 ચમચી ગરમ પાણી માં તેલ અને સોડા ઉમેરી આથા માં મિક્સ કરી ઘી થી ગ્રીસ કરેલી થાળી માં ઉમેરી મરી છાંટી 15-20 માટે સ્ટીમ કરો.

  3. 3

    ટૂથપીક થી ચેક કરવું...ઇદડા ઊભા અને આડાં પીસ માં કટ્ટ કરવાં કોથમીર છાંટવી..વઘારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડે પછી ઇદડા પર વઘાર રેડવો.

  4. 4

    ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes