શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

શિવરાત્રી સ્પેશિયલ :
શિવરાત્રી ના દિવસે શક્કરિયા ખાવામાં આવે છે . તો આજે શિવરાત્રી હોવાથી મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે.જે ખાવા મા એકદમ ટેસ્ટી લાગે છે 😋

શક્કરિયા નો શીરો (Shakkariya Sheera Recipe In Gujarati)

શિવરાત્રી સ્પેશિયલ :
શિવરાત્રી ના દિવસે શક્કરિયા ખાવામાં આવે છે . તો આજે શિવરાત્રી હોવાથી મેં શક્કરિયા નો શીરો બનાવ્યો છે.જે ખાવા મા એકદમ ટેસ્ટી લાગે છે 😋

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૩ વ્યક્તિ
  1. 2શક્કરિયા
  2. ૩ ચમચીઘી
  3. 1 કપદૂધ
  4. ૩ ચમચીખાંડ
  5. ઇલાયચી, જાયફળ, કેસર
  6. કાજુ,બદામ, પિસ્તા

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ શક્કરિયા ને ધોઈ અને બાફી લેવા બફાઈ ગયા બાદ ખમણી લેવા.

  2. 2

    એક કડાઈમાં મા ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં ગ્રેટ કરેલા શક્કરિયા ઉમેરી દેવા

  3. 3

    શક્કરિયા ને ઘીમાં ધીમા તાપે શેકવા. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.અને ૪/૫ મીનીટ સુધી શેકવા.

  4. 4

    દૂધ ને ગરમ કરી લેવું.ગરમ કરેલું દૂધ મિશ્રણ માં નાખી દેવું અને સતત હલાવતા રહેવું જેથી દૂધ શક્કરિયા માં સરસ રીતે મિક્સ થઈ જાય. ૨/૩ મીનીટ હલાવવું.

  5. 5

    ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરવી અને મિક્સ કરી લેવું. ખાંડ ને સરસ રીતે મિક્સ કરી લેવી ૨/૩ મીનીટ સુધી હલાવતા રહેવું.

  6. 6

    અને છેલ્લે તેમાં ઇલાયચી જાયફળ કેસર નાખીને મિક્સ કરી લેવું અને કાજુ બદામ પિસ્તા નો ભૂક્કો નાખી ને મિક્સ કરી લો. તો તૈયાર છે શક્કરિયા નો શીરો.

  7. 7

    શક્કરિયા ના શીરા ને કાજુ અને બદામ થી ગાર્નિશ કરી સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes