શક્કરિયા ની ખીર (Shakkariya Kheer Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

શક્કરિયા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શક્કરિયા ઉપવાસ માં ખાઈ શકાય છે.

શક્કરિયા ની ખીર (Shakkariya Kheer Recipe In Gujarati)

શક્કરિયા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. શક્કરિયા ઉપવાસ માં ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૩ વ્યક્તિ માટે
  1. બાફેલા શક્કરિયા
  2. ૩ કપદૂધ
  3. ૨ ચમચીઘી
  4. 1/2 વાટકી ખાંડ
  5. ઇલાયચી જાયફળ
  6. કેસર
  7. કાજુ બદામ પિસ્તા

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ શક્કરિયા ને ધોઈ ને સાફ કરી લેવા અને સ્ટીમર માં સ્ટીમ કરી લેવા

  2. 2

    સ્ટીમ થઈ જાય પછી થોડા ઠંડા પડે એટલે છાલ કાઢી અને ખમણી લેવા.

  3. 3

    એક પેનમાં ઘી ગરમ કરવા મૂકવું ઘી ગરમ થાય એટલે તેમાં ખમણી ને તૈયાર કરેલા શક્કરિયા નાખી દેવા. અને ૨/૩ મીનીટ સુધી સાંતળવું. શક્કરિયા ને ઘી મા સરસ રીતે શેકી લેવા.

  4. 4

    બીજી બાજુ ગેસ ઉપર દૂધ ગરમ કરવા મૂકવું તેમાં કેસર ના તાંતણા નાખી દેવા અને થોડું ઉકાળી લેવું.

  5. 5

    ગરમ કરેલા દૂધને શક્કરિયા ના મિશ્રણ માં નાખી ને સરસ રીતે મિક્સ કરી લેવું. ધ્યાન રાખવું કે ગઠ્ઠા ન પડે.૨/૩ મીનીટ સુધી ઉકાળવું. પછી તેમાં ખાંડ નાખી દેવી અને મિક્સ કરી લેવું.ફરી ૩/૪ મીનીટ સુધી ઉકાળી લો જેથી ખાંડ સરસ રીતે મિક્સ થઈ જાય.કાજુ બદામ પિસ્તા ના ટુકડા નાખી ને ૧/૨ મીનીટ સુધી હલાવતા રહેવું.જેથી ડ્રાય ફ્રુટ પણ સરસ રીતે કૂક થઈ જાય. ગેસ બંધ કરી દેવો અને ખીર ને થોડી વાર ઠંડી થવા દેવી.

  6. 6

    પછી સર્વિંગ બાઉલમાં કાઢી ને ફ્રીઝ માં ઠંડી કરવા મૂકી દેવી. સર્વ કરતી વખતે તેમાં કાજુ બદામ પિસ્તા થોડો ઇલાયચી પાઉડર અને ૨/૩ તાંતણા કેસર નાખીને ઠંડી ઠંડી સર્વ કરવી.તો તૈયાર છે શક્કરિયા ની ખીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes