મહાશિવરાત્રી સ્પેશિયલ વ્રતની થાળી

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#mahashivratri
#cookpadgujarati
#cookpadindia
આ ફરાળની થાળી કોઈપણ વ્રત-ઉપવાસમાં ખાઈ શકાય છે.

મહાશિવરાત્રી સ્પેશિયલ વ્રતની થાળી

#mahashivratri
#cookpadgujarati
#cookpadindia
આ ફરાળની થાળી કોઈપણ વ્રત-ઉપવાસમાં ખાઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ થી ૧:૩૦ કલાક
૨ વ્યક્તિ
  1. બટેટાનું ફરાળી શાક➡️
  2. ૩-૪ નંગ બાફેલા બટાકા
  3. ૨ ચમચીસીંગદાણાનો ભૂકો
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧ ચમચીલાલ મરચું પાવડર
  6. ૧ ચમચીજીરૂ
  7. સિંધવ મીઠું સ્વાદ અનુસાર
  8. મીઠા લીમડાના પાન જરૂર મુજબ
  9. ૨ ચમચીતેલ
  10. પાણી જરૂર મુજબ
  11. સમારેલી કોથમીર જરૂર મુજબ
  12. શીરો બનાવવા માટે➡️
  13. ૧/૨ કપમિક્સ ફરાળી લોટ
  14. ૧/૨ કપખાંડ
  15. ૧.૫ કપ ગરમ દૂધ
  16. ૧/૨ કપઘી
  17. ૧ ટી.સ્પૂનઈલાયચી પાવડર
  18. કાજુ બદામના ટુકડા જરૂર મુજબ
  19. મોરૈયો બનાવવા માટે➡️
  20. ૧ વાટકીમોરૈયો
  21. ૧ નંગબાફેલું બટાકુ
  22. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  23. ૨ ટેબલસ્પૂનશેકેલા સીંગદાણા
  24. સિંધવ મીઠુ સ્વાદ મુજબ
  25. ૧/૨ કપદહીં
  26. ૧ ચમચીતેલ
  27. ૧ ચમચીજીરું
  28. પાણી જરૂર મુજબ
  29. સમારેલી કોથમીર જરૂર મુજબ
  30. સાબુદાણા ના વડા➡️
  31. ૧/૨ કપસાબુદાણા
  32. ૧/૨ કપપાણી
  33. ૨ નંગબાફેલા બટાકા
  34. ૧ નંગબાફેલું શકકરિયું
  35. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  36. ૧ ચમચીલાલ મરચું પાવડર
  37. સિંધવ મીઠુ સ્વાદ મુજબ
  38. ૨ ચમચીશેકેલા સીંગદાણાનો ભૂકો
  39. ૨ ચમચીશેકેલા સીંગદાણા
  40. ૧ ચમચીલીંબુનો રસ
  41. ૨ ચમચીસમારેલી કોથમીર
  42. તેલ તળવા માટે
  43. કઢી માટે➡️
  44. ૧ કપખાટું દહીં
  45. ૨ ચમચીમિક્સ ફરાળી લોટ
  46. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  47. સિંધવ મીઠુ સ્વાદ મુજબ
  48. ૨ ચમચીગોળ
  49. પાણી જરૂર મુજબ
  50. ૧ ટુકડોતજ
  51. ૨ નંગલવિંગ
  52. ૩ નંગમરી
  53. ૨ નંગસૂકા લાલ મરચા
  54. મીઠા લીમડાના પાન જરૂર મુજબ
  55. ૧ ચમચીજીરૂ
  56. ૧ ચમચીઘી
  57. સમારેલી કોથમીર જરૂર મુજબ
  58. પૂરી માટે➡️
  59. ૧ કપમિક્સ ફરાળી લોટ
  60. ૧ નંગબાફેલું બટાકું
  61. ૧ ચમચીલાલ મરચું પાવડર
  62. ૧ ચમચીજીરું
  63. સિંધવ મીઠું સ્વાદ અનુસાર
  64. ૨ ચમચીતેલ
  65. સમારેલી કોથમીર જરૂર મુજબ
  66. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ થી ૧:૩૦ કલાક
  1. 1

    સૌ પ્રથમ ફરાળી શાક બનાવવા માટે બાફેલા બટાકાના કટકા કરી લો. વઘાર માટે કડાઇમાં તેલ લઈ તેમાં જીરું અને લીમડાનો વઘાર કરી, સીંગદાણાનો ભૂકો ઉમેરી ૨ મિનિટ માટે સાંતળો. ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ સાંતળો. ત્યારબાદ તેમાં એક ચમચી લાલ મરચું ઉમેરી સમારેલા બટાકા તથા જરૂર મુજબ પાણી અને મીઠુ ઉમેરી તેને ઢાંકીને ૧૦ મિનિટ ઉકાળો અને કોથમીર થી સજાવી સર્વ કરો.

  2. 2
  3. 3
  4. 4

    હવે શીરો બનાવવા માટે કડાઈમાં ઘી લઈ, ઘી ગરમ થાય એટલે તેમાં ફરાળી લોટ ઉમેરી લોટ ગુલાબી રંગનો થાય અને લોટ શેકાવાની સુગંધ આવે ત્યાં સુધી શેકો. ત્યારબાદ તેમાં ગરમ દૂધ ઉમેરી બરાબર મિકસ કરો. હવે તેમાં ખાંડ, ઈલાયચી પાવડર ઉમેરી ખાંડનું પાણી બળે ત્યાં સુધી શેકો. હવે તેમાં કાજુ બદામના કટકા ઉમેરી મિક્સ કરો. હવે શીરાને ઉપરથી કાજુ બદામના કટકાથી સજાવી સર્વ કરો.

  5. 5
  6. 6
  7. 7

    હવે મોરૈયો બનાવવા માટે મોરૈયા ને બરાબર પાણીથી સાફ કરી ૧૦ મિનિટ માટે પલાળી રાખો. હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરુંનો વઘાર કરી આદુ મરચાની પેસ્ટ સાંતળો. હવે તેમાં સમારેલા બટાકા, પલાળેલો મોરૈયો તથા શેકેલા સીંગદાણા ઉમેરી તેમાં જરૂર મુજબ પાણી તથા દહી ઉમેરી બરાબર મિક્સ કરી, ઢાંકીને ૧૦ મિનિટ માટે ચડાવી લો. ત્યારબાદ તેને કોથમીરથી સજાવી સર્વ કરો.

  8. 8
  9. 9

    સાબુદાણાના વડા માટે સાબુદાણાને બરાબર ધોઈને ૧/૨ કપ પાણી ઉમેરી આગલી રાત્રે પલાળી દો. હવે તેમાં બાફેલા બટાકા અને શકકરિયાનો માવો, સીંગદાણાનો પાવડર, શેકેલા સીંગદાણા, મીઠું, આદુ મરચાની પેસ્ટ, લાલ મરચું પાવડર, લીંબુનો રસ, સમારેલી કોથમીર જરૂર બરાબર હાથેથી મિક્સ કરી, તેમાંથી નાની નાની પેટીસ બનાવી તેને તેલમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.

  10. 10
  11. 11
  12. 12

    હવે કઢી બનાવવા માટે દહીંમાં ફરાળી લોટ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે તેમાં જરૂર મુજબ પાણી, મીઠું તથા આદુ મરચાની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરો. હવે વઘાર માટે ઘી લઈ તેના તજ, લવિંગ, મરી તથા સૂકા લાલ મરચા ઉમેરો. હવે તેમાં જીરું તથા મીઠા લીમડાના પાનનો વઘાર કરી દહી અને ફરાળી લોટવાળું મિશ્રણ ઉમેરી દો. હવે તેમાં ગોળ ઉમેરી કઢીને ૧૦-૧૫ મિનિટ માટે ઉકાળો. હવે કઢીને કોથમીરથી સજાવી સર્વ કરો.

  13. 13
  14. 14
  15. 15

    પૂરી બનાવવા માટે ફરાળી લોટ લઈ તેમાં બાફેલું બટાકુ સ્મેશ કરીને ઉમેરો. ત્યારબાદ તેમાં સમારેલી કોથમીર, મીઠું, લાલ મરચું પાવડર, જીરું, તેલ ઉમેરી પાણી થી સોફ્ટ લોટ બાંધી લો અને ૧૦ મિનિટ માટે રેસ્ટ આપો. હવે તેમાંથી પૂરી વણી ગરમ તેલમાં તળી લો.

  16. 16
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes