પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)

Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10

#FFC6
Week 6

પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)

#FFC6
Week 6

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૨ લોકો
  1. ૨ ચમચી તુવેર ની દાળ
  2. ૧ ચમચીમગ ની પીળી દાળ
  3. ૧ ચમચીઅડદ ની દાળ
  4. ૧ ચમચીચણા ની દાળ
  5. ૧ ચમચીમગ દાળ
  6. ૧/૨પાવરુ તેલ વઘાર માટે
  7. ૧/૨ ચમચીરાઈ જીરુ
  8. લાલ સૂકું મરચું
  9. કટકો તજનો
  10. લવિંગ
  11. તમાલપત્ર
  12. ડુંગળી ઝીણી સમારેલી
  13. ટમેટું ઝીણું સમારેલું
  14. ૧ ચમચીઆદુ લસણ મરચાની પેસ્ટ
  15. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  16. ૧/૪ ચમચીહળદર
  17. ચપટીહિંગ
  18. મીઠું સ્વાદ અનુસાર
  19. ૧ ગ્લાસપાણી
  20. કોથમીરથી ગાર્નિશ માટે

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    બધી દાળ લઈ થોડીવાર તેને પલાળી પછી હળદર અને મીઠું નાખી ને કૂકરમાં બાફી લેવી.

  2. 2

    દાળ બફાઈ જાય પછી ક્રશ કરી લેવી. પછી એક પેનમાં તેલ મૂકી રાઈ જીરું,લીમડો લાલ મરચુ અને બધા ખડા મસાલા ઉમેરવા.

  3. 3

    પછી તેમાં આદુ લસણ અને મરચાની પેસ્ટ અને ડુંગળી નાંખીને સાંતળવું. પછી ઝીણું સમારેલુ ટામેટું નાખી ને બે મિનિટ રહેવા દેવું.

  4. 4

    પછી તેમાં બાફેલી દાળ ઉમેરી દેવી. ત્યારબાદ તેમાં બધો મસાલો કરી લેવો. પાણી ઉમેરી અને દાળને પંદરથી વીસ મિનિટ ઊકળવા દેવી.

  5. 5

    હવે તૈયાર છે પંચમેલ દાળ કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરી આનંદ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Siddhpura
Hetal Siddhpura @Ghanshyam10
પર

Similar Recipes