દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
વડોદરા

દહીંવડા એક પરંપરાગત ભારતીય રેસીપી છે જે દહીં અને અડદ ની દાલ ના વડા થી બનેલા છે.બાળકો માટે મધુર ખાવા માટે તંદુરસ્ત છતાં સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ.

#GA4
#Week1

દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)

દહીંવડા એક પરંપરાગત ભારતીય રેસીપી છે જે દહીં અને અડદ ની દાલ ના વડા થી બનેલા છે.બાળકો માટે મધુર ખાવા માટે તંદુરસ્ત છતાં સ્વાદિષ્ટ ભોજનનો વિકલ્પ.

#GA4
#Week1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
4 લોકો
  1. ૧ કપઅડદ ની દાળ
  2. ૭૫૦ ગ્રામ જાડું દહીં
  3. ૧/૪ કપકોથમીર ની ચટણી
  4. ૧/૪ કપ આંબલી ની ચટણી
  5. જરૂર મુજબ તેલ તળવા માટે
  6. ૨ ટી સ્પૂનલાલ મરચું
  7. ૨ ટી સ્પૂનશેકેલા જીરાનો પાઉડર
  8. સ્વાદાનુસારમીઠું
  9. ૧/૪ ટી સ્પૂનહિંગ
  10. જરૂર મુજબ કોથમીર સજાવટ માટે

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ અડદ ની દાલ ને ૪ થી ૫ કલાક પલાળી રાખો.

  2. 2

    દાળ પલળી ગયા પછી તેને મીકસી બાઉલ માં લઇ તેમાં લીલા મરચાં નાખી ને કરકરી ક્રશ કરી લો.દાળ ને બહુ ઢીલી ક્રશ કરવાની નથી.

  3. 3

    હવે એક પહોળા વાસણ મા ખીરું લઈ તેને બરફ ના ટુકડા વડે ૧૦ મિનિટ જેવું ફીણો.ફીનવા ખીરું પહેલા કરતા ડબલ થઇ જશે.આપનું ખીરું બરાબર ફીનાયું છે કે નહિ તે ચેક કરવા માટે એક બાઉલ માં પાણી લઈ તેમાં ખીરા નું એક ટપકું પડો.જો ખીરું તરત જ પાણીમાં ઉપર આવી જાય તો સમજવું કે આપનું ખીરું બરાબર ફેટાઈ ગયું છે.

  4. 4

    હવે તેમાં મીઠું અને હિંગ ઉમેરી ગરમ તેલ મા તેના વડા ઉતારો.વડા ઉતારતી વખતે વચ્ચે થોડું ફીણી લેવું

  5. 5

    વડા ને પાણી મા થોડીક વાર પલળવા દો.પાણી માં વડા બરાબર ફૂલી જાય એટલે તેને હલકા હાથે દબાવી પાણી નિતારી લો.

  6. 6

    દહીં ને નવશેકું ગરમ કરી તેમાં બ્લેન્ડર ફેરવી દો.હવે સર્વિગ બાઉલ માં દબાયેલા વડા લઈ તેની પર જોઇએ તે મુજબ દહીં લો.તેનાં પર કોથમીર ની ચટણી, ગળી ચટણી ઉમેરો.હવે તેના પર લાલ મરચું,શેકેલા જીરાનો પાઉડર,અને મીઠું ઉમેરો.કોથમીર ભભરાવી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Sanghvi
Nidhi Sanghvi @cook_9784
પર
વડોદરા
મને રસોઈ નો બહુ શોખ છે.મારા દિકરા ને પણ રસોઈ નો બહુ શોખ છે.મને જૈન રેસિપી માં વેરિયેશન કરી બનાવું ગમે છે.
વધુ વાંચો

Similar Recipes