હોળી સ્પેશિયલ ચોકલેટ્સ (Holi Special Chocolates Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#HR
#holi
#cookpad
#cookpadGujarati

આજકાલ તહેવારોમાં પારંપરિક મીઠાઈની સાથે સાથે અલગ અલગ ફ્લેવર્સ ની ચોકલેટ્સ બનાવવાનો ટ્રેન્ડ છે. નાના મોટા સૌને પસંદ પડે એવી ચોકલેટ્સ ખાવાની ખૂબજ મજા આવે છે એમાં પણ fusion flavor ની ચોકલેટ્સ પણ ખૂબજ ટેસ્ટી હોય છે.

હોળી સ્પેશિયલ ચોકલેટ્સ (Holi Special Chocolates Recipe In Gujarati)

#HR
#holi
#cookpad
#cookpadGujarati

આજકાલ તહેવારોમાં પારંપરિક મીઠાઈની સાથે સાથે અલગ અલગ ફ્લેવર્સ ની ચોકલેટ્સ બનાવવાનો ટ્રેન્ડ છે. નાના મોટા સૌને પસંદ પડે એવી ચોકલેટ્સ ખાવાની ખૂબજ મજા આવે છે એમાં પણ fusion flavor ની ચોકલેટ્સ પણ ખૂબજ ટેસ્ટી હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨-૩ વ્યકિત
  1. ઠંડાઈ ચોકલેટ માટે➡️
  2. ૨૦૦ ગ્રામ વ્હાઇટ કમ્પાઉન્ડ ચોકલેટ
  3. ૩ ટેબલસ્પૂનઠંડાઈ પાઉડર
  4. ઓરેન્જ ફ્લેવર્ડ કલરફૂલ ચોકલેટ માટે➡️
  5. ૧૫૦ ગ્રામ ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ
  6. ૫૦ ગ્રામ મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટ
  7. ૫ ટેબલસ્પૂનવ્હાઇટ કમ્પાઉન્ડ ચોકલેટ
  8. કેન્ડી કલર્સ ચોકલેટ માટેના
  9. ૨-૩ ડ્રોપ ઓરેન્જ એસેન્સ (oil based)
  10. ૧ ચમચીએડીબલ ગોલ્ડન ડસ્ટ
  11. ૧/૨ ચમચીલીંબુનો રસ
  12. કલરફૂલ સ્પ્રિંકલ જરૂર મુજબ
  13. એડીબલ ગોલ્ડન બોલ્સ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઠંડાઈ ચોકલેટ બનાવવા માટે વ્હાઇટ કમ્પાઉન્ડ ચોકલેટને મેલ્ટ કરી તેમાં ઠંડાઈ પાઉડર ઉમેરી મિક્સ કરી ચોકલેટના મોલ્ડમાં પાથરી તેને ૫ મિનિટ માટે ફ્રીજમાં સેટ કરી લો.

  2. 2

    હવે ઓરેન્જવાળી કલરફૂલ ચોકલેટ માટે ડાર્ક અને મિલ્ક કમ્પાઉન્ડ ચોકલેટને સાથે મિક્સ કરી મેલ્ટ કરી લો.

  3. 3

    હવે વ્હાઇટ કમ્પાઉન્ડ ચોકલેટને મેલ્ટ કરી એક એક ચમચી અલગ અલગ ૫ વાટકીમાં કાઢી લો. હવે તેમાં ૧-૧ ડ્રોપ આપના મનગમતા કેન્ડી કલરના ઉમેરી ૫ અલગ અલગ કલર તૈયાર કરો. મે અહી લીલો, લાલ, પીળો,જાંબલી અને વાદળી રંગ લીધો છે.

  4. 4

    હવે એક સિલિકોન ચોકોલેટ મોલ્ડ લઈ અલગ અલગ કલરની ચોકલેટને થોડી થોડી ફોટોમાં બતાવ્યાં મુજબ પાથરી ૨ મિનિટ માટે ફ્રીજમાં સેટ કરો.

  5. 5

    હવે મેલ્ટ કરેલ ડાર્ક અને મિલ્ક ચોકલેટમાં ઓરેન્જ એસેન્સ ઉમેરો અને મિક્સ કરી સેટ કરેલ કલરવાળી ચોકલેટ પર પાથરી તેના પર કલરફૂલ sprinkles અને ગોલ્ડન બોલ્સથી સજાવી ફરી ૫-૧૦ મિનિટ માટે ફ્રિજમાં સેટ કરો.

  6. 6

    હવે એડીબલ ગોલ્ડન ડસ્ટમાં લીંબુનો રસ ઉમેરી, મિક્સ કરી brush વડે ચોકલેટ પર મનગમતી ડિઝાઈન કરી તેને સર્વ કરો.

  7. 7

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

ટિપ્પણીઓ

Similar Recipes