ઓટસ્ અને મગની દાળ ના દહીં વડા (Oats Moong Dal Dahi Vada Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

દહીં વડા દક્ષિણ ભારતીય વાનગી છે જેને મેં અહિયા ચાટ ના સ્વરુપ માં બનાવી છે.ઓટસ્ માં રહેલા ફાઈબર અને દહીં માં રહેલા કેલ્શિયમ અને બહુજ ઓછા તેલ માં બનતી આ વાનગી, એને બહુજ હેલ્થી બનાવે છે.

ઓટસ્ અને મગની દાળ ના દહીં વડા (Oats Moong Dal Dahi Vada Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

દહીં વડા દક્ષિણ ભારતીય વાનગી છે જેને મેં અહિયા ચાટ ના સ્વરુપ માં બનાવી છે.ઓટસ્ માં રહેલા ફાઈબર અને દહીં માં રહેલા કેલ્શિયમ અને બહુજ ઓછા તેલ માં બનતી આ વાનગી, એને બહુજ હેલ્થી બનાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીનીટ
15  વડા  બનશે.
  1. 2ટે.સ્પૂન શેકેેલા અને પાઉડર કરેેલા ઓટ્સ
  2. 1/2 કપઅડદ ની દાળ
  3. 1/4 કપમગ ની દાળ
  4. 1લીલું મરચું
  5. 1/2ઈંચ આદુ
  6. 1/4 ટી સ્પૂનબેકીંગ પાઉડર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/2 ટી સ્પૂનતેલ મોલ્ડ ને ગ્રીસ કરવા માટે
  9. એસેમ્બલ કરવા : મીઠું નાખી મિક્સ કરેલું દહીં
  10. ખજૂર- આંબલી ની ચટણી
  11. લાલ મરચું
  12. શેકેલા જીરાનો પાઉડર
  13. કોથમીર ગારનીશ કરવા માટે

રાંધવાની સૂચનાઓ

20 મીનીટ
  1. 1

    અડદ ની દાળ અને મગની દાળ ને ધોઈ ને 5 -7 કલાક માટે પલાળવી.

  2. 2

    પછી બંને દાળ ને નિતારી ને 1/4 કપ પાણી, લીલું મરચું અને આદુ નાંખીને મિક્સર માં સ્મૂથ પેસ્ટ બનાવવી.

  3. 3

    એક બાઉલ માં પીસેલી દાળ કાઢી 3-4 કલાક માટે ઢાંકી ને આથો લેવા મુકવી.

  4. 4

    પછી અંદર પાઉડર કરેલા ઓટ્સ, મીઠું અને બેકીંગ પાઉડર નાંખી મીકસ કરવું.

  5. 5

    આપ્પે મોલ્ડ ને તેલ થી ગ્રીસ કરવા.દરેક મોલ્ડ માં 11/2 ટે સ્પૂન ખીરું મુકવું.

  6. 6

    આપ્પે મોલ્ડ ને ઢાંકી ને એક સાઈડ 3-4 મીનીટ કુક કરવી. ફેરવી ને બીજી બાજુ 2-3 મીનીટ શેકવું. આવી રીતે શેકી ને બધા વડાં ગોલ્ડન કરવા.

  7. 7

    શેકેલા વડા ને 20 મીનીટ પાણી માં પલાળવા. પછી વડા ને દાબી ને પાણી કાઢી લેવું.

  8. 8

    એક પ્લેટ માં 3 વડાં મૂકી ઉપર ટેસ્ટ મુજબ દહીં નાંખી, ઉપર ખજૂર - આંબલી ની ચટણી, શેકેલું જીરું અને લાલ મરચું નાંખી, કોથમીર થી ગારનીશ કરી તરતજ સર્વ કરવા. આવીજ રીતે બીજી બધી પ્લેટ તૈયાર કરવી. લો, તૈયાર છે ટેસ્ટી અને મોઢામાં ઓગાળી જાય એવા ઓટ્સ અને મગની દાળ ના દહીં વડા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes