પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)

પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ, બટાકા, રીંગણ ફ્લાવરને મોટા ટુકડામાં સમારી પાણીથી ધોઈ લો. પછી એક કુકરમાં બટાકા, ફલાવર, રીંગણ, વટાણા, મીઠું અને ૧ કપ પાણી ઉમેરી ૪ થી ૫ સીટી વગાડી લો.
- 2
હવે, એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરી તેમાં ડુંગળી ઉમેરીને ૪-૫ મિનિટ સુધી સાંતળો. ત્યારબાદ તેમાં ટામેટાં, મરચાં, આદુની પેસ્ટ, લસણની પેસ્ટ ઉમેરીને મિક્સ કરી તેમાં હીંગ, પાઉંભાજીનો મસાલો, કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરૂ, મીઠું અને કોથમીર ઉમેરીને ફરી સાંતળી લીધા બાદ મસાલામાંથી તેલ છૂટું પડે એટલે તેમાં ૧/૨ કપ પાણી ઉમેરીને ઉકળવા દો.
- 3
હવે, તેમાં બાફેલાં શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરો અને આ મિશ્રણ ને ૭ થી ૧૦ મિનિટ સુધી ફરી ઉકળવા દો. ત્યારપછી સ્મેશરની મદદથી બધુંજ સારી રીતે સ્મેશ કરી લો. હવે, ૧ ચમચી પાવભાજી મસાલો અને કોથમીર ઉમેરીને મિકસ લો અને ગેસ બંધ કરી દો.
- 4
હવે, પાઉંને વચ્ચેથી કટ કરી લો. એક તવી પર ૨ ચમચી બટર ગરમ કરી તેમાં સમારેલી કોથમીર, ૨ ચમચી તૈયાર કરેલી ભાજી, લાલમરચું પાવડર ઉમરી મિકસ કરી પાઉંને બંને બાજુ શેકી લો.
- 5
તો તૈયાર છે ભાજીપાઉં.
Similar Recipes
-
ભાજીપાઉં (Bhajipav Recipe In Gujarati)
હાલના સમયમાં નાના ભૂલકાઓની ફેવરિટ ખાવાની આઇટમમાં મેગી, પિત્ઝા, પાસ્તા, ગારલીક બ્રેડ, હોટડોગ, બર્ગર, સેન્ડવીચ જેવી અનેક અવનવી આઈટમ જોવા મળે.પણ જો વાત કરીએ લગભગ સત્તરેક વર્ષ પહેલાંની તો મારા બાળપણના ફેવરિટ લિસ્ટમાં ફક્ત ઢોસા અને ભાજીપાઉં બેજ યાદ છે. એમાં પણ ભાજીપાઉં એટલે એ સમયમાં મોસ્ટ યુનિક ફૂડ આઈટમ તરીકે વખણાતી અને ઓર્ડર આપ્યા પછી આતુરતાથી રાહ જોવાતી. વળી, ભાજીપાઉં ખાતી વખતે ટટ્ટાર થઈને બેસવાનું જેથી ઢળે નહીં.આ ફેવરિટ ભાજીપાઉં આજે મોસ્ટ કોમન ફૂડ બની ગયું છે, કાઈ ના મળે તો છેલ્લે ભાજીપાઉં. ઘરે મહેમાન વધી ગયા હોય તો એકાદ સભ્ય અવશ્ય બોલે "ભાજીપાઉં બનાવી નાખો, બધાને ચાલશે."ભાજીપાઉંમાં "ભાજી" એટલે અલગ-અલગ શાકભાજીને બાફીને તેમાં જરૂરિયાત મુજબ મસાલા ઉમેરીને બનાવામાં આવતું ચટાકેદાર શાક અને એનો સાથ આપે "પાઉં". તો ચાલો જાણીએ આ ભાજીપાઉંની રેસીપીને...#Childhood#bhajipav#butterPavBhaji#evergreen#streetFood#cookpadindia#cookpadgujrati Mamta Pandya -
પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
#આલુપાઉં ભાજી તો બધા ની ફેવરિટ હોય જ છે એમાં હૂં થોડું ટિવસ્ટ કરી ને રેસિપી લઈને આવી છું. તમે પણ ચોક્કસ બનાવજો. ખૂબ જ મસ્ત લાગે છે. Charmi Shah -
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી શાકભાજી ના મિશ્રણ ને ચડિયાતા મસાલા સાથે બનાવવામાં આવતી સ્વાદિષ્ટ વાનગી છે જેને પાઉ સાથે પીરસવા માં આવે છે. હવે તો પાઉંભાજી ને અલગ અલગ ઘણી રીતે બનાવવામાં આવે છે પણ તેની મૂળ રેસિપી થી બનાવેલ રીતે જ મેં અહીં સર્વ કરી છે.#CF#cookpadindia Rinkal Tanna -
-
-
-
-
ગ્રીન પાવભાજી (Green Pavbhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#dinner recipe Amita Soni -
મુંબઈ પાઉંભાજી(pav bhaji recipe in gujarati)
#વેસ્ટ આ પાઉંભાજી મારા ઘરે મારા મિસ્ટર જ બનાવે છે.અમારા ફેમીલી માં બધા ને ખુબ જ ભાવે છે.આ પાઉંભાજી મહારાષ્ટ્ર ની ખુબ જ ફેમસ છે. Ila Naik -
-
-
-
જૈન પાઉંભાજી ની ભાજી
#માઇઇબુક #પોસ્ટ૪ #pavbhaji #tastyfood #streetfood #jainbhaji #jainfood #વિકમીલ3 Krimisha99 -
-
-
પાઉંભાજી (Pav Bhaji Recipe in Gujarati)
#USઉતરાયણ પર્વની ઉજવણી માટે ઉંધિયું, જલેબી અને પુરણપોળી તો બને જ..પણ ફટાફટ તૈયાર થઇ જાય એવી પાઉંભાજી પણ ખાવાની મજા આવી જાય.. Sunita Vaghela -
બોમ્બે પાઉંભાજી (Bombay Pavbhaji Recipe In Gujarati)
#CWM2#hathimasalaશિયાળામાં બધા જ લીલા શાકભાજી ખુબ જ મળે છે, એટલે ચટાકેદાર દાળ ગરમાગરમ પાઉંભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
-
-
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉંભાજી એ એક સ્પાઈસી રેસીપી છે જેથી શિયાળામાં ખાવાની મજા આવે છે. ભાજી હોવાથી તે બ્રેડ કે ભાખરી સાથે ખાઈ શકો છો. Stuti Vaishnav -
-
સોયાબીન પાઉંભાજી (Soyabean Pavbhaji Recipe In Gujarati)
#Famસોયાબીનનો ઉપયોગ ખોરાક તરીકે થાય છે. તેમાંથી તેલ, સોસ, દૂધ, લોટ, ટોફૂ અને અન્ય ખાદ્ય સામગ્રીઓ બનાવાય છે. ફણગાવેલા સોયાબીન અને તેનો રસ બાળકો માટે ખૂબ જ ઉપયોગી છે.સોયાબીન પ્રોટીનથી ભરપૂર છે. પાઉંભાજી દરેક બાળકોને લગભગ ભાવતી જ બોય છે. મેં સોયાબીન માંથી પાઉંભાજી બનાવી છે.જે એકદર સ્વાદીષ્ટ પણ છે.મમ્મી ભી ખુશટમી ભી ખુશ 😀 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
પાઉંભાજી બ્રુશેટા (Pavbhaji bruschetta recipe in Gujarati)
પાઉંભાજી નાના મોટા બધાની પ્રિય વસ્તુ છે તેમજ ચીઝ વાળી બધી વસ્તુઓ બાળકોને પસંદ પડે છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મે અહીંયા પાઉંભાજી બ્રુશેટા બનાવ્યા છે. ઇટાલિયન બ્રુશેટા જે સ્ટાર્ટર તરીકે પીરસવામાં આવે છે એને મેં અહીંયા ઇન્ડિયન ટ્વિસ્ટ આપીને પાવભાજી નો ઉપયોગ કરીને નવું રૂપ આપ્યું છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#SN#Vasantmasala#Aaynacookeryclub#cookpadindia#cookpad_gu spicequeen -
-
ખડા પાઉંભાજી (Khada Pav Bhaji Recipe In Gujarati)
#pavbhaji#SSR#cookpadgujrati#cookpad Bhavisha Manvar -
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
પાઉં ભાજી બધા અલગ અલગ સ્ટાઈલ થી બનાવે છે.પણ લગભગ બધા ને ભાવે છે. Varsha Dave -
બટર પાવભાજી (Butter pavbhaji recipe in gujarati)
#Dishaપાઉંભાજી નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ફેવરિટ હોય છે. જે બાળકો લીલા શાકભાજી નથી ખાતા તે બધા પાવભાજી તો હોંશે હોંશે ખાઇ લે છે. પાવભાજી મારી ફેવરિટ છે. પાવભાજી એક સ્ટ્રીટ ફૂડ છે. બટરમાં બનાવવા થી એકદમ ટેસ્ટી લાગે છે. અહી મે દિશા મેમ ની રેસીપી ફોલો કરીને પાવભાજી બનાવી છે. Parul Patel
More Recipes
ટિપ્પણીઓ (7)