ફોતરાવાળી મગની દાળ  ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે જેમાં આથો લેવાની જરૂર નથી. દાળ પલાળી ને વાટીને તરત જ ઢોકળા ઉતારી શકો છો. આ ઢોકળા માં ઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ કે સોડા ની જરુર ઔનથી પડતી ,તો પણ એકદમ સોફ્ટ બને છે. આ વાનગી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે.

ફોતરાવાળી મગની દાળ  ના ઢોકળા (Fotravali Moong Dal Dhokla Recipe In Gujarati)

આ ઇન્સ્ટન્ટ ઢોકળા છે જેમાં આથો લેવાની જરૂર નથી. દાળ પલાળી ને વાટીને તરત જ ઢોકળા ઉતારી શકો છો. આ ઢોકળા માં ઈનો ફ્ર્ર્ર્રટ સોલ્ટ કે સોડા ની જરુર ઔનથી પડતી ,તો પણ એકદમ સોફ્ટ બને છે. આ વાનગી બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10  મીનીટ
2  નાની થાળી  બનશે.
  1. 3/4 કપફોતરાવાળી મગ ની દાળ
  2. 1/2 ટી સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  3. 1/4 ટી સ્પૂનહીંગ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. લાલ મરચું ઢોકળા ઉપર છાંટવા માટે
  6. તેલ ઢોકળા ઉપર લગાડવા

રાંધવાની સૂચનાઓ

10  મીનીટ
  1. 1

    ફોતરાવાળી મગની દાળ ને 2 કલાક માટે પલાળવી. પછી મિક્સર જાર માં સ્મૂથ પેસ્ટ બનાવવી.અંદર આદુ-મરચાં ની પેસ્ટ, હીંગ અને મીઠું નાંખી ને બરાબર ફીણવું એટલે ખીરું હલકું પડશે.

  2. 2

    સ્ટીમર માં પાણી ગરમ કરવું.અંદર ગ્રીસ કરેલી થાળી મુકીને ગરમ કરવી.

  3. 3

    થાળી માં 1/2 ખીરું પાથરવું. ઉપર લાલ મરચું છાંટી ને સ્ટીમર ઢાંકી ને થાળીને 5 મીનીટ સ્ટીમ કરવી.

  4. 4

    પછી સ્ટીમરમાં થી ઢોકળા ની થાળી કાઢી, 2 મીનીટ માટે ઠંડી કરવી.પછી પીસ પાડવા. ગરમાગરમ ઢોકળા ને સર્વ કરવા.આ ઢોકળા બહુજ સોફ્ટ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes