બારડોલી ના કડક પાત્રા

Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668

#RB4

રસપાત્રા તો અવાર નવાર ખાતા જ હોઈએ પણ આ કડક પાત્રા નાસ્તા માં ખૂબ સરસ લાગે છે અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.

બારડોલી ના કડક પાત્રા

#RB4

રસપાત્રા તો અવાર નવાર ખાતા જ હોઈએ પણ આ કડક પાત્રા નાસ્તા માં ખૂબ સરસ લાગે છે અને બનાવવા માં પણ ખૂબ સરળ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 લોકો
  1. 12 નંગઅળવી ના પાન
  2. 2 કપચણા નો લોટ
  3. 1 કપચોખા નો લોટ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 કપગોળ નું પાણી
  6. 1/૪ કપ આંબલી નું પાણી/લીંબુ નો રસ
  7. 2 ચમચીહળદર
  8. 2 ચમચીલાલ મરચું
  9. 2 ચમચીગરમ.મસાલો
  10. 1 મોટો ચમચોતેલ
  11. 1 ચમચીધાણા આખા
  12. 1 ચમચીતલ
  13. 1 ચમચીવરિયાળી
  14. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ એક ખાંડણી માં વરિયાળી, આખા ધાણા અને તલ ને થોડું ખાંડી ને મસાલો તૈયાર કરો

  2. 2

    હવે એક વાસણ માં ચણા નો લોટ ને ચોખા નો લોટ કોરો મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં ગોળ નું પાણી,આંબલી નું પાણી,હળદર,મરચું,ગરમ મસાલો ઉમેરો અને મિક્સ કરો. છેલ્લે મીઠું,તેલ અને તૈયાર કરેલો મસાલો ઉમેરો.ધીમે ધીમે થોડું પાણી ઉમેરી જાડું મિશ્રણ તૈયાર કરો. આ પાત્રા માટે મિશ્રણ જાડું જ રાખવું

  3. 3

    અળવઇ ના પાન ને ધોઈ ને કોરા કરી વચ્ચે થી તેનો કાંટો કાઢી ને પાન ને સીધું રાખી પેસ્ટ લગાવો. ત્યારબાદ તેના પર બીજું પાન મુકો અને પેસ્ટ લગાવો અને રોલ વાળી લો. એવી રીતે 4 4 પાન ના 3 વાટા બનાવી અને રોલ માંથી નાના નાના કાપી લો.

  4. 4

    એક પેન માં તેલ લઇ અને પાત્રા ને તળી લો. 15 મિનિટ સુધી ધીમા તાપે બધા પાત્રા વારાફરતી તળી અને એર ટાઈટ ડબ્બા માં ભરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mudra Smeet Mankad
Mudra Smeet Mankad @cook_21820668
પર

Similar Recipes