ફ્રેન્ચ બીન્સ નું શાક (French Beans Shak Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

અમે ફ્રેન્ચ બીન્સ ને પોશો કહીએ .
અલગ અલગ રીતે કાપીને બનાવાય..
આજે મે એકદમ નાના ટુકડા કરીને લસણ માં
બનાવ્યું છે..બેઝિક મસાલા સાથે પૌષ્ટિક શાકને
મેં રોટલી સલાડ અને ગુલાબજાંબુ ( ઘરે બનાવેલા)
સાથે સર્વ કર્યું છે.

ફ્રેન્ચ બીન્સ નું શાક (French Beans Shak Recipe In Gujarati)

અમે ફ્રેન્ચ બીન્સ ને પોશો કહીએ .
અલગ અલગ રીતે કાપીને બનાવાય..
આજે મે એકદમ નાના ટુકડા કરીને લસણ માં
બનાવ્યું છે..બેઝિક મસાલા સાથે પૌષ્ટિક શાકને
મેં રોટલી સલાડ અને ગુલાબજાંબુ ( ઘરે બનાવેલા)
સાથે સર્વ કર્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ ફ્રેન્ચ બીન્સ
  2. ૫-૬ કળી લસણ ની કતરણ
  3. ચમચો લીલા ધાણા
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  6. ૧/૨ ચમચીહળદર
  7. ચમચો ધાણાજીરૂ
  8. ચમચો ટોમેટો પ્યુરી
  9. ચમચો તેલ
  10. ૧ ચમચીરાઈ
  11. જીરું
  12. અજમો
  13. ૧/૨ ચમચીહિંગ હળદર
  14. ૧/૨ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    ફ્રેન્ચ બીન્સ ને ઝીણા કટકા માં કાપી,ધોઈ નિતારી લેવા.લસણ ના પણ ઉભા કટકા કરી લેવા.

  2. 2

    કુકર માં તેલ લઇ રાઇ જીરુ અજમો હિંગ હળદર નાખી લસણ ની કતરણ તતડાવી વઘાર થાય એટલે બીંસ નાખી દેવા.

  3. 3

    હવે તેમાં પાણી નાખી મીઠું,મરચું,હળદર, ધાણાજીરૂ અને ટોમેટો પ્યુરી નાખી હલાવી લેવું.

  4. 4

    પાણી ઉકળે પછી ઢાંકણ બંધ કરી ૩ સિટી વગાડી લેવી.શાક તૈયાર હશે.

  5. 5

    મસાલેદાર ફ્રેન્ચ બીન્સ (પોશો) ના શાક ને બાઉલ માં કાઢી ધાણા થી સજાવી લો. સર્વ કરવું.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Similar Recipes