દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

સમર વેજીટેબલ cooksnap
#cooksnap them of the Week
ઉનાળામાં શાક ભાજી ઓછા મલતા હોય છે. તો આજે મેં દૂધી નું લસણ વાળું તીખુ તમતમતું શાક બનાવ્યું છે.

દૂધી નું શાક (Dudhi Shak Recipe In Gujarati)

સમર વેજીટેબલ cooksnap
#cooksnap them of the Week
ઉનાળામાં શાક ભાજી ઓછા મલતા હોય છે. તો આજે મેં દૂધી નું લસણ વાળું તીખુ તમતમતું શાક બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦/૧૫ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૧ નંગ નાની દૂધી
  2. ૧ નંગ ટમેટું
  3. ૩ ચમચીતેલ
  4. ૧ ટી સ્પૂનરાઈ મેથી
  5. ૧/૪ ટી સ્પૂનહિંગ
  6. ૧/૨ ટી સ્પૂનહળદર
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧ ચમચીધાણાજીરૂ
  9. ૧ ચમચીઆદુ મરચા અને લસણની પેસ્ટ
  10. ૧ ચમચીમીઠું
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧૦/૧૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ દૂધી ને ધોઈ અને સમારી લેવી.નાના ટુકડા કરી લેવા.ટામેટાં ને ધોઈ અને જીણા સમારી લેવા.

  2. 2

    કુકરમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ મેથી હિંગ સૂકા લાલ મરચાં હળદર નાખી ને આદું મરચાં અને લસણ ની પેસ્ટ નાખી સાંતળી લેવું.
    નોંધ: દાળ શાક ના વઘારમાં સૂકા લાલ મરચાં ઉમેરવાથી કલર સરસ લાલ ચટક જેવો આવે છે.

  3. 3

    ત્યારબાદ તેમાં દૂધી નાખી દેવી અને મિક્સ કરી લેવું.૨/૩ મીનીટ સુધી સાંતળી લેવું. પછી તેમાં જીણા સમારેલા ટામેટા મીઠું લાલ મરચું પાઉડર ધાણાજીરુ નાખી ને મિક્સ કરી લેવું. ૨/૩ મીનીટ સુધી ચડવા દેવું.

  4. 4

    જરૂર લાગે તો ૧/૨ કપ પાણી ઉમેરવું અને કુકર નું ઢાંકણ ઢાંકી ને ૨ સીટી કરી લેવી. કુકર ઠંડું થાય એટલે ખોલી ને જરા રસો ચેક કરી લેવો.કોથમીર નાખી ને મિક્સ કરી લેવું.

  5. 5

    તો તૈયાર છે
    દૂધી નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes