ઇન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ રવો
  2. 100 ગ્રામ વટાણા
  3. 1 નંગગાજર
  4. 1/2 નંગદૂધી
  5. 2 નંગલીલા મરચા
  6. 1 વાટકો દહીં
  7. જરૂર મુજબ પાણી
  8. 1/2 ચમચીહળદર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 1 ચમચીતેલ
  11. 1/2 ચમચીરાઈ
  12. 1/2 ચમચી જીરું
  13. 1 ચમચી તલ
  14. ૪-૫ મીઠા લીમડાનાં પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવા ને સાફ કરી બાઉલ માં નાખો. પછી તેમા દહીં નાખો. પછી થોડું પાણી નાખી મિક્સ કરો.

  2. 2

    પછી તેમા ખમણેલી દૂધી,ગાજર, વટાણા અને ગાજર નાખો. પછી ચપટી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખો. પછી દસ મિનિટ સુધી રહેવા દો.

  3. 3

    પછી નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. પછી તેમા રાઈ જીરું અને તલ તથા લીમડાના પાન નાખો.

  4. 4

    પછી એમા ખીરું પાથરો અને ધીમી આંચ પર બન્ને બાજુ ગુલાબી રંગ ના થાય એટલે ઉતારી લો.

  5. 5

    પછી સર્વીગ પ્લેટ મા લઇ સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes