પાપડ વેજ. ફ્રેન્કી (Papad Veg. Frankie Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

પાપડ વેજ. ફ્રેન્કી (Papad Veg. Frankie Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગ પાપડ અડદ નાં
  2. ૧ કપઝીણું સમારેલું વેજીટેબલ
  3. (ગાજર, કોબી, ડુંગળી, કેપ્સીકમ)
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧ ટીસ્પૂનસમારેલુ લસણ
  6. ૧/૨ ટીસ્પૂનહળદર
  7. ૧ ટી.સ્પૂનલાલ મરચું
  8. ૧/૨ ટીસ્પૂનગરમ મસાલો
  9. મીઠું સ્વાદ મુજબ
  10. ૧/૨ ટીસ્પૂનઆમચૂર પાઉડર
  11. ચીઝ -બટર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં તેલ લઇ તેમાં લસણ અને ડુંગળીને સાંતળો ત્યારબાદ તેમાં ગાજર, કોબી અને કેપ્સિકમ ઉમેરી સાંતળો.

  2. 2

    પછી તેમાં ઉપર જણાવેલ આપણા ટેસ્ટ મુજબ મસાલા કરી સ્ટફિંગ તૈયાર કરો

  3. 3

    પાપડ ને પાણીમાં ડીપ કરી કાપડ અથવા પેપર નેપકીન થી કોરો કરો.

  4. 4

    પછી તેને એક બાજુ ટોમેટો કેચપ લગાડી તૈયાર કરેલ સ્ટફિંગ ભરી પાપડ નો રોલ વાળી લો

  5. 5

    પછી નોનસ્ટિક લોઢી પર બટર મૂકી ચારે બાજુ તેને શેકી લો

  6. 6

    તો તૈયાર છે આપણી પાપડ વેજ. ફ્રેન્કી તેને ગરમાગરમ ચીઝ થી ગાર્નિશ કરી ટોમેટો કેચપ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes