વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)

Ila Naik
Ila Naik @cook_20451370
શેર કરો

ઘટકો

  1. રોટલી માટે
  2. 250 ગ્રામમેંદો
  3. 2-3 ચમચીતેલ
  4. ચપટીમીઠું
  5. પાણી જરૂર મુજબ લોટ બાંધવા માટે
  6. સ્ટફિંગ માટે
  7. 500 ગ્રામબાફેલા બટાકા
  8. 4 ચમચીતેલ
  9. 3 ચમચીચણાનો લોટ
  10. 1 ચમચીજીરૂ
  11. 2 ચમચીઆદુની પેસ્ટ
  12. 2 ચમચીલસણની પેસ્ટ
  13. 2 ચમચીમરચાની પેસ્ટ
  14. 1 ચમચીલાલ મરચું પાઉડર
  15. 1 ચમચીધાણાજીરું પાઉડર
  16. 1 ચમચીગરમ મસાલો
  17. મીઠું સ્વાદ મુજબ
  18. 2-3 (3 ચમચી)દહીં
  19. અન્ય સામગ્રી
  20. 100 ગ્રામમેયોનીઝ
  21. 7-8 ચમચીટોમેટો કેચઅપ
  22. 1 કપઉભો સમારેલો સુકો કાંદો
  23. 1 નંગકેપ્સીકમ ઊભું સમારેલું
  24. 1 કપલીલી ડુંગળી સમારેલી
  25. 1 નંગટામેટું ઉભું સમારેલું
  26. શેકવા માટે તેલ
  27. 2 ચમચીફ્રેન્કી મસાલો
  28. 2-3ક્યુબ ચીઝ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં મેંદો, મીઠું અને તેલ નાખી જરૂર મુજબ પાણી ઉમેરી કણક તૈયાર કરવી હવે કણકને 1/2 કલાક રેસ્ટ આપવું હવે કણકમાંથી લૂઆ કરી રોટલી વણી લો. તાવી પર તેલ મુકી રોટલી ને કાચી પાકી શેકી લેવી.

  2. 2

    હવે એક પેનમાં તેલ લઈ તેમાં જીરુ ઉમેરો જીરુ ગુલાબી થાય એટલે તેમાં ચણાનો લોટ ગુલાબી થાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકી લેવું

  3. 3

    હવે તેમાં આદુ મરચાની પેસ્ટ, લસણની પેસ્ટ, ધાણાજીરૂ, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો અને મીઠું નાખી બરાબર મિક્સ કરવું હવે તેમાં સમારેલા બાફેલા બટાકા ઉમેરી ૨ મિનિટ સુધી સાંતળી લેવું,હવે તેમાં દહીં ઉમેરી ને બધું બરાબર મિક્સ કરી ફ્રેન્કી નું પૂરણ તૈયાર કરો.

  4. 4

    હવે તૈયાર કરેલી રોટલી પર મેયોનીઝ અને ટામેટા કેચઅપ લગાવી બટાકાનું પુરણ ઉભા સમારેલા કેપ્સીકમ, ઉભો સમારેલો કાંદો, ઉભા સમારેલા ટામેટા, અને સમારેલી લીલી ડુંગળી ઉમેરવી.

  5. 5

    ત્યારબાદ ઉપર ફ્રેન્કી મસાલો ભભરાવી ચીઝ છીણી રોટલી ને ફોલ કરી તવી માં તેલ મુકી શેકી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ila Naik
Ila Naik @cook_20451370
પર

Similar Recipes