ત્રેવટ દાળ ભરેલા કારેલા

#SRJ
#cookpadgujarati
કારેલા સ્વાદમાં કડવા જરૂર હોય છે પરંતુ તેના ગુણ ઘણા છે. કારેલાનું શાક અલગ અલગ રીતે બનાવવામાં આવી છે. કોઈ કટકા કરીને તો કોઈ ચણા નો મસાલો ભરી ને કે મગની દાળ ભરીને કરે છે. મેં આજે ત્રણ દાળ નો મસાલો કરી અને ભરીને શાક બનાવ્યું છે જે એકદમ ક્રન્ચી અને સ્વાદિષ્ટ લાગે છે.
ત્રેવટ દાળ ભરેલા કારેલા
#SRJ
#cookpadgujarati
કારેલા સ્વાદમાં કડવા જરૂર હોય છે પરંતુ તેના ગુણ ઘણા છે. કારેલાનું શાક અલગ અલગ રીતે બનાવવામાં આવી છે. કોઈ કટકા કરીને તો કોઈ ચણા નો મસાલો ભરી ને કે મગની દાળ ભરીને કરે છે. મેં આજે ત્રણ દાળ નો મસાલો કરી અને ભરીને શાક બનાવ્યું છે જે એકદમ ક્રન્ચી અને સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ત્રણે દાળને ધોઈ અને 1/2 કલાક પલાળી રાખવી તેમજ કારેલાની છાલ ઉતારી સારી રીતે ધોઈને કાપા પાડી મીઠું અને હળદર લગાવીને થોડીવાર રાખવા.
- 2
હવે મિક્સર જારમાં લસણ આદુ મરચાં અજમો અને મેથી મસાલો નાખી અધકચરું ક્રશ કરી લેવું
- 3
બનાવેલી પેસ્ટ અલગ કાઢી એ જ મિક્સર જારમાં પલાળેલી ચણાની દાળ અધકચરી પીસી લેવી.
- 4
હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી ગરમ થાય એટલે દાળ નું મિશ્રણ નાખી બે મિનિટ શેકો તેમ મીઠું, હળદર, મરચું,ધાણાજીરું પાઉડર નાખી બે મિનિટ શેકો અને ગેસ બંધ કરી દેવો.
- 5
હવે શેકેલ ચણાનો લોટ અને બનાવેલી પેસ્ટ એડ કરી બરાબર મિક્સ કરી તેમાં ગોળ અને આમચૂર પાઉડર અને કોથમીર નાખી બરાબર મિક્સ કરો.સ્ટફિંગ ઠંડું થવા દો.
- 6
હવે કારેલાને બે પાણીથી ધોઈ અને હાથેથી નીચોવી લો પછી તેમાં બનાવેલું સ્ટફિંગ ભરો અને સ્ટીમરમા ૧૫ મિનિટ માટે સ્ટીમ કરવા મૂકો.
- 7
હવે કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી બાફેલા સ્ટીમ કરેલા કારેલા અને વધેલો સ્ટફિંગ મસાલો નાખી બે મિનિટ શેકો પછી તેમાં ખાંડ નાખી બરાબર મિક્સ કરી ગેસ બંધ કરી કોથમીર નાખો.
- 8
તો તૈયાર છે ત્રેવટ દાળ ભરેલા ક્રંચી અને સ્વાદિષ્ટ કારેલા. સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર સ્પ્રેડ કરી સર્વ કરો.
Similar Recipes
-
મગની દાળ ના ભરેલા કારેલા (Moong Dal Bharela Karela Recipe In Gujarati)
#EB#week6કડવા કારેલાના ગુણ ન હોય કડવા, સ્વાદ અને તંદુરસ્તી માટે ફાયદાકારક મગની દાળ ના ભરેલા કારેલા બધાને ભાવશે Pinal Patel -
મગની દાળ ભરેલા કારેલા (Moong Dal Stuffed Karela Recipe In Gujarati)
#MRCકારેલા જેટલા કડવા છે એટલા જ ગુણકારી અને સ્વાદિષ્ટ પણ છે કારેલા માંથી અનેક સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકીએ છીએ મેં આજે મગની દાળ ભરેલા કારેલા નું શાક બનાવ્યું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યું છે Ankita Tank Parmar -
ભરેલા કારેલા નું શાક (Bharela Karela Shak Recipe In Gujarati)
#SRJ કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Varsha Dave -
ભરેલા કારેલા
#SRJ#RB10 નાના કુમળા કારેલા માં કડવાશનું પ્રમાણ ઓછું હોય છે..આ એક પારંપરિક વાનગી છે જે બપોરના ભોજન માં પીરસાય છે...જમણવારમાં પણ આ શાક પીરસવામાં આવે છે Sudha Banjara Vasani -
ભરેલા કારેલાં નું શાક
#SRJ#RB8#week8 કારેલા કડવા ખરા પણ બધા ને ખબર છે તેના ગુણ મીઠા છે. કારેલા નું શાક આઠ,દસ દિવસે જરૂર ખાવું જોઈએ.જેથી શરીર માં રહેલા ઝેરી તત્વો નો નાશ થાય. Nita Dave -
ભરેલા કારેલા નુ શાક (stuffed bitter gourd recipe in Gujarati) (Jain)
#SRJ#ભરેલાંકારેલા#શાક#CookpadGujrati#CookpadIndia Shweta Shah -
હેલ્ધી ક્રન્ચી બીટર ગોર્ડ બાઈટ🥰
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, જનરલ સ્વાદમાં કડવા કારેલા બધાને ભાવતા નથી પરંતુ તેમાં થોડો ખાટો- મીઠો મસાલો ભરીને તૈયાર કરવામાં આવે તો એક હેલ્ઘી બાઈટ ડીશ ફટાફટ ખવાઈ જશે. સ્વાદ માં કડવાં પણ હેલ્થ માટે બેસ્ટ એવા ક્રન્ચી કારેલા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6પાંચ દાળ મિક્સ કરીને મેં પંચમેલ દાળ બનાવી છે. આ પાંચ દાળમાં અડદ દાળ, મગની ફોતરાવાળી દાળ, મોગર દાળ, ચણા દાળ, અને તુવેર દાળ નો ઉપયોગ કરીને બનાવેલ પંચમેલ દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ દાળ રોટલી, રોટલા, પરોઠા, ખોબારોટી સાથે ખાવામાં ખૂબ મજા આવે છે. Ankita Tank Parmar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiઅનેકવિધ જાતની દાળ બનતી હોય છે. દરેક પ્રકારની અલગ અલગ દાળની રેસિપી નો આપણે આપણા રસોડામાં સમાવેશ કરવો જ જોઈએ. એમાં સૌથી શ્રેષ્ઠ અને હેલ્ધી એ મગની દાળ છે .મગની દાળને પણ બીજી બધી દાળની જેમ જ બનાવતી હોય છે. Neeru Thakkar -
કારેલા ના રવૈયા (Karela na ravaiya recipe in Gujarati)
સ્વાદમાં કડવા કારેલા નું શાક ખૂબ જ ફ્લેવરફુલ અને સ્વાદિષ્ટ બને છે. ચોમાસાની ઋતુમાં આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. કારેલાનું સૂકું શાક બનાવી શકાય તેમજ કારેલાંને ભરીને પણ બનાવી શકાય. કારેલાના રવૈયા રોટલી, દાળ અને ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#MRC#cookpadindia#cookpad_gu spicequeen -
-
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJ#super recipes of June આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક ! આવું નાનપણમાં ગાતાં.. કારેલાનું શાક ત્યારે ન ભાવતું.. મમ્મી પરાણે ખવડાવે.. કહેતા કે થોડું થોડું બધું ખાવાની ટેવ પાડવી જોઈએ.પપ્પા આયુર્વેદ માં ડોક્ટર હોઈ કહેતા કે બધા રસમાં કડવો રસ પણ જીવનમાં જરૂરી છે.આમ કારેલા ખાતા શીખી અને હવે તો ઘરમાં કોઈ ન ખાય તો પણ હું મારી માટે અવારનવાર બનાવું.. Dr. Pushpa Dixit -
😋કારેલા ડુંગળી નું શાક 😋
#શાક🌷જય શ્રી કૃષ્ણ 🙏 કારેલા સ્વાદમાં ભલે કડવા હોય પરંતુ તે ગુણો નો ભંડાર છે.. આપણે કારેલા નું શાક અનેક રીતે બનાવતા હોય છીએ.. આજે મેં કારેલા ડુંગળી નું શાક બનાવ્યું છે જેની રીત જોઈએ 🙏 Krupali Kharchariya -
કારેલા નું શાક (Karela Shak Recipe In Gujarati)
મોન્સુન વેજીટેબલ એન્ડ ફ્રુટ્સ રેસિપી#MVF : કારેલા નું શાકવરસાદ ની સિઝનમાં કારેલા સરસ આવતા હોય છે. આવ રે વરસાદ ઘેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક. અમારા ઘરમાં મારા હસબન્ડ ને અને મારા સન ને કારેલા નું શાક બહુ જ ભાવે. તો આજે મેં કારેલા નું શાક બનાવ્યું. Sonal Modha -
કાજુ કારેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
કારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. છોકરાઓ ને કારેલા કડવા હોવાથી નથી ભાવતા. પણ અમારા ઘરમાં મારા સન ને કારેલા નું શાક ભાવે છે. પણ મને ન ભાવે. Sonal Modha -
મિક્સ દાળ નાં ઢોંસા - અડાઈ
આ એક અલગ પ્રકાર ના ઢોંસા છે જેમાં ચોખા સાથે અડદ સિવાય અન્ય દાળ નો ઉપયોગ કરી ને બનાવ્યું છે રેગ્યુલર ઢોંસા થી અલગ છે સ્વાદ માં. આ ઢોંસા સંભાર અને ચટણી સાથે સર્વ કરવાના હોય છે. Disha Prashant Chavda -
-
કારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા
કારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા#StuffedBittergourd#StuffedKarela#RB10 #SRJ#Week10 #SuperReceipesOfJune#Cookpad #CookpadIndia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveકારેલા નાં સંભારિયા - ભરેલાં કારેલા -- મને અને મારા દિકરા ને ખૂબજ પસંદ છે . Manisha Sampat -
ભરેલા કારેલાનું શાક
કરેલા તો ઘણાના ઘરમાં થતા જ હશે ને ઘણાને નામ સાંડતાજ મોઢું બગડી જાય પણ ગુજરાતી ઘરોમાં આ શાક ચોક્ક્સ બનતું જ હશે ઘણાને તો ખુબજ ભાવે પણ છે આ શાક ઉનાળા ને ચોમાસામાં ખાસ થાયછે વળી ચોમાસામાં વરસાદ આવે ત્યારે નાના બાળકો નહાતા નહાતા આ ગીત પણ ગાય છે આવરે વરસાદ ઘેબરીયો પ્રસાદ ઉની ઉની રોટલીને કારેલાનું શાક તો આજે હું લાવી છું ભરેલા કારેલા નું શાક કરેલાં કડવા છે પણ તેના ગુણ પણ ઘણા સારા છે તો જોઈ લો મારી શાક બનાવની રીત#goldenapron3Week 6 Usha Bhatt -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
#SRJબહુ જ સરસ task છે .આમ ઘર માં જલ્દી કોઈ કારેલા ખાય નઈ પણ આ રીતેભરીને બનાવીએ તો એકદમ યમ્મી લાગે છે અને કડવાશ જરાય ખબર નથી પડતી. Sangita Vyas -
કારેલા ની સબ્જી (Karela Sabji Recipe In Gujarati)
કારેલા મારા ફેવરિટ છેહુ હંમેશા નવું શાક બનાવુ છુંમને શોખ છે કોઈ ને બી શાક ને ટ્વીસ્ટ કરીને જ બનાવુઆજે પણ મે કારેલા નુ અલગ રીતે બનાવ્યું છે રાજકોટ સ્ટાઈલ રીતે કર્યું છેતમે પણ બનાવજો ખુબ જ ટેસ્ટી લાગશે#EB#week6 chef Nidhi Bole -
ભરેલા કરેલા નું શાક (Stuffed Bitter gourd Curry recipe in Guj.)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad સામાન્ય રીતે કારેલા નું શાક બધા જ લોકો પસંદ નથી કરતા હોતા. પરંતુ જો કારેલામાં મસાલેદાર સ્ટફિંગ ભરીને તેનું ભરેલું શાક બનાવવામાં આવે તો તે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ શાક ગ્રેવી વાળું અને ગ્રેવી વગરનું એમ બંને રીતે બનાવી શકાય છે પરંતુ મેં આજે ગ્રેવી વગરનું ડ્રાય શાક બનાવ્યું છે. આ શાક માટે સીંગદાણાનો ભૂકો અને ચણાના લોટમાં મસાલા ઉમેરી ખટાશ ગળાશ વાળુ એક સ્ટફિંગ તૈયાર કરવામાં આવે છે. આ સ્ટફિંગને કારેલામાં ભરી એક ખૂબ જ સ્વાદિષ્ટ ભરેલા કારેલાનું શાક બનાવવામાં આવે છે. Asmita Rupani -
ભરેલાં કારેલાં
#SRJ#સુપર રેશીપી ઓફ જુન#RB11#માય રેશીપી બુક કારેલાં ખૂબ જ હેલ્ધી ઔષધીય ગુણો ધરાવતું શાક છે.કારેલાની સૂકવણી કરી તેના પાવડરનો ઉપયોગ ડાયાબિટીસના દર્દીઓ દવા તરીકે કરે છે.એ સિવાય અન્ય રોગો માટે પણ ઉપયોગી છે.વરસાદી સીઝનમાં કારેલા વધુ આવે છે.અને તેના જુદી જુદી ઘણી રીતે શાક બનાવાય છે.જેમ કે,કાજુ કારેલા, ભરેલા, ગોળવાળુ,ચીપ્સ,કાચરી અથાણું, કઢી, વગેરે.આજે હું ભરેલા કારેલાનું શાકની રેશીપી લાવી છું. જે ખૂબ ટેસ્ટી બને છે. Smitaben R dave -
મગની દાળ અને ચણા લોટ ના મોદક (Moong Dal Chana Flour Modak Recipe In Gujarati)
ગણેશ ઉત્સવ મા પ્રસાદ માટે અલગ અલગ લાડું, મોદક, અને સ્વીટ બાપા ને પ્રસાદ તરીકે ભોગ ધરવામાં આવે છે. મેં આજે મારી ન્યુ innovative idea recipe બનાવી છે જે મેં મગની દાળ અને ચણા ના લોટ માંથી બનાવ્યા છે Parul Patel -
ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : ભરેલા કારેલાકારેલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે પણ બધા ને કારેલા નથી ભાવતા હોતા . પણ જો તમે આ રીતે કારેલા નું શાક બનાવશો તો i am sure નાના મોટા બધા ને કારેલા નું શાક ભાવવા લાગશે. Sonal Modha -
કારેલા વડી નું શાક(karela vadi nu shaak recipe in gujarati)
#ફટાફટઆ રેસીપી મારી મમ્મી પાસેથી હું શીખી કડવા કારેલા પણ આટલા મીઠા ,મસ્ત ને ટેસ્ટી બની શકે કડવા કારેલા અને કારેલાની છાલ નો યુઝ કરીને મસ્ત રેસીપી બનાવએ Khushbu Sonpal -
-
બેડમી પૂરી વીથ આલુ ભાજી (Bedmi Poori Aloo Bhaji Recipe In Gujarati)
બેડમી પૂરી એ દીલ્હીઅને ઉત્તર પ્રદેશનું street food છે . જે સવારના બ્રેકફાસ્ટમાં લેવામાં આવે છે . તે મુખ્યત્વે અડદની દાળમાંથી બનાવવામાં આવે છે અને તેને બટાકાના રસાવાળા શાક જોડે સર્વ કરવામાં આવે છે જે તીખું અને ચટાકેદાર હોય છે#SF#cookpadindia#cookpadgujarati Unnati Desai -
તુરીયા મગની દાળ નું શાક (Turiya Moong Dal Shak Recipe In Gujarati)
#SRJઆ શાક માં મે મગ ની મોગર દાળ નો ઉપયોગ કર્યો છે અને ડ્રાય બનાવી છે .શાક ની જેમ ખાઈ શકાય..અને ખૂબ ટેસ્ટી થઈ છે. Sangita Vyas -
દાળ ભરી પુરી
#goldenapron2#wick 12 bihar# બિહાર માં દાળ ને સ્વીટ મસાલો ભરી ને સ્ટફિંગ પરાઠા ને દાળ ભરી પુરી ક છે જેને આપણે પુરણ પુરી તરીખે ઓળખીએ છીએ તો આજે આપણે દાળ ભરી પુરી બનવીશું. Namrataba Parmar
More Recipes
ટિપ્પણીઓ (10)