કેસરી ક્રીમી શ્રીખંડ (જૈન)

Jyoti Shah
Jyoti Shah @cook_24416955
Bombay.

#SRJ
#કેસરી શ્રીખંડ ગુજરાતી લોકોનું શ્રેષ્ઠ જ જમણ શ્રીખંડ પૂરી અને ઢોકળા સાથે ઊંધિયું ફેવરિટ જમવાનું છે. મેં આજે કેસરી શ્રીખંડ ઘરે બનાવ્યું છે. જે બહુ જ સરસ બન્યો છે.

કેસરી ક્રીમી શ્રીખંડ (જૈન)

#SRJ
#કેસરી શ્રીખંડ ગુજરાતી લોકોનું શ્રેષ્ઠ જ જમણ શ્રીખંડ પૂરી અને ઢોકળા સાથે ઊંધિયું ફેવરિટ જમવાનું છે. મેં આજે કેસરી શ્રીખંડ ઘરે બનાવ્યું છે. જે બહુ જ સરસ બન્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

એક કલાક
બે લોકો માટે
  1. 1લીટર ફ્રેશ ક્રીમી દૂધનું દહીં
  2. 6ચમચા સાકર
  3. 1ચમચો દૂધ દૂધમાં પલાળેલું કેસર
  4. ગાર્નિશ માટે થોડા કેસરના તાંતણા
  5. 2 ચમચીબદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

એક કલાક
  1. 1

    પહેલા દૂધને ગરમ કરીને તેને ઠંડુ કરી લેવું. અને આંગળી ને જરા ગરમ લાગે તેવા દૂધમાં 1/4 ચમચી જેટલું દહીં નાખી અને સંચો ફેરવી. જયા ગરમ જગ્યા હોય ત્યાં મૂકી દેવું.

  2. 2

    છથી સાત સાત કલાકમાં દૂધ જામી જશે.પછી દહીંને ફ્રિઝમાં મૂકી દેવું. પાંચથી છ કલાક માં એકદમ ઘટ્ટ થઈ જશે. પછી દહીને ગરમ કરીને જરા ઠંડુ થાય પછી ફ્રિજમાં મૂકવું. અને ઠંડુ થાય પછી દહીને એક મલમલના કપડામાં બાંધી દેવું. અને કોઈપણ જગ્યાએ ત્રણથી ચાર કલાક સુધી લટકાવી દેવુ. (જૈન લોકો હંમેશા ગરમ કરેલુ દહીં ખાવામાં લે છે.)

  3. 3

    દહીમાંથી બધું જ પાણીનો ભાગ નીકળી જશે.અને ચક્કા દહીં તૈયાર થઇ જશે.
    પછી આ દહીમાં જરૂર મુજબની સાકર એડ કરી દેવી. અને ચમચાથી એકદમ હલાવી લેવું. એક વાટકીમાં એક ચમચી દૂધ ગરમ કરી તે મા કેસરને પલાવી દેવું.

  4. 4

    અને જરાક ઠંડું થાય એટલે સાકર સાથે કેસર એડ કરવુ.
    બધું બરાબર મિક્ષ કરી લેવું. અને ચમચાથી પાંચથી દસ મિનિટ ફેંટી લેવું. સાકર ઓગળી જશે. કેસર મિક્સ થઈ જશે. અને શ્રીખંડ સ્મૂથ થઈ જશે.

  5. 5

    આ કેસરી કિમી શ્રીખંડ સર્વિંગ બાઉલમાં કાઢીને, તેના ઉપર કેસરના તાંતણા થી,અને વચ્ચે બદામની કતરણથી,ગાર્નીશ કરી લેવું.
    અને પછી આ શ્રીખંડ ફ્રિજમાં ઠંડુ થવા મૂકો અને પછી જમવામાં વાપરવો.

  6. 6

    આપણો ટેસ્ટી creamy કેસરી શ્રીખંડ તૈયાર છે.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti Shah
Jyoti Shah @cook_24416955
પર
Bombay.

Similar Recipes