લેમન રાઈસ (lemon rice)

Shital Jataniya
Shital Jataniya @shital10

#SR

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ વાટકીબાસમતી લાંબા ચોખા
  2. ચમચો તેલ
  3. ૧/૨ કપશીંગદાણા
  4. ૬_૭ કાજુ
  5. ૨ નંગઝીણા સમારેલા લીલાં મરચાં
  6. ૧ નંગકટકો ખમણેલું આદું
  7. ૧ નંગલીંબુ
  8. ૨ ચમચીચણા ની દાળ
  9. ૨ ચમચીઅલદ ની દાળ
  10. વાટકો ધાણા ભાજી
  11. લીમડા ની ડાળ
  12. 🌌 મસાલા
  13. ૧ ચમચીહળદર
  14. ૧ ટી સ્પૂનહિંગ
  15. ૧ ટી સ્પૂનરાઈ
  16. ૧ ટી સ્પૂનજીરું
  17. ૨_૩ સૂકા લાલ મરચા ના કટકા
  18. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પેલાં ચોખા ને ધોઇ એકાદ કલાક સુધી પલાળી ને ૯૦ ટકા જેટલા સ્ટીમ કરી લેવા.

  2. 2

    હવે બીજી બધી સામગ્રી પણ રેડી રાખવી ને પેલાં કડાઈ માં તેલ ગરમ થાય એટલે કાજુ ને શીંગદાણા તળી કાઢી લેવા.

  3. 3

    પછી તેમાં રાઈ જીરું નો વઘાર કરી બંને દાળ ને બે મિનીટ સસડવા દેવી પછી તેમાં ઝીણા સમારેલા આદુ મરચા લીમડો ને સૂકા લાલ મરચા એડ કરી સસડવા દેવું.

  4. 4

    હવે તેમાં હિંગ ને હળદર નાખી મિક્સ કરવું.

  5. 5

    પછી તેમાં રાઈસ એડ કરી તેમાં ધાણા ભાજી ને મીઠું એડ કરી મિક્સ કરવું.

  6. 6

    છેલે લીંબુ નો રસ એડ કરી મિક્સ કરી એક પ્લેટ માં કાઢી માથે ધાણા ભાજી છાટી દહીં સાથે સર્વ કરો.
    તો આ રિતે રેડી છે આપણા સાઉથ ઈન્ડિયન ફેમસ લેમન રાઈસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

Similar Recipes