ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#SR

શેર કરો

ઘટકો

  1. 1/2 કપચોખા
  2. 2 નંગઝીણો સમારેલા ટામેટાં
  3. 1 નંગસ્લાઈઝ માં સમારેલા કાદાં
  4. 1 ટેબલ સ્પૂનતેલ
  5. 1 ટેબલ સ્પૂનઘી
  6. 1 ટી સ્પૂનચણા ની દાળ
  7. 1 ટી સ્પૂનઅડદ ની દાળ
  8. 1 ટી સ્પૂનઆખા ધાણા
  9. 1 ટેબલ સ્પૂનકાજુ ના ટુકડા
  10. 5-6લસણ ની પેસ્ટ
  11. 1/2 ટેબલ સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  12. 1 ટી સ્પૂનરાઈ
  13. 1 ટી સ્પૂનજીરુ
  14. 1 નંગલીલું મરચું સમારેલું
  15. 5-6મીઠા લીમડાનાં પાન
  16. 1 નંગતમાલપત્ર
  17. 1 ટુકડોતજ
  18. 1 નંગઇલાયચી
  19. 2 નંગલવિંગ
  20. 3 નંગમરી
  21. 1 નંગસૂકું લાલ મરચું
  22. 1/4 ટી સ્પૂનહળદર
  23. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  24. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  25. 1 ટેબલ સ્પૂનસમારેલો ફુદીનો
  26. 2 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  27. 1 ટી સ્પૂનઘી
  28. 1/2 કપગરમ પાણી
  29. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈ ને 30 મિનિટ પલાડી દેવા. ટામેટાં અને કાંદા ને સમારી લેવા.

  2. 2

    હવે એક કુકર માં તેલ અને ઘી ગરમ કરી તેમાં રાઇ, જીરુ અને લીમડા નો વઘાર કરી તેમાં ચણા ની દાળ અને અડદ ની દાળ સાંતળો. પછી તેમાં બધા ખડા મસાલા, આખા ધાણા અને કાજુ ઉમેરી સાંતળો.

  3. 3

    પછી તેમાં કાદાં ઉમેરી ગુલાબી રંગના થાય ત્યા સુધી સાંતળો. પછી તેમાં ટામેટાં અને મીઠું ઉમેરી ટામેટાં સોફ્ટ થાય ત્યા સુધી સાંતળો. પછી તેમાં આદુ-મરચાં-લસણની પેસ્ટ ઉમેરી સાંતળો.

  4. 4

    પછી તેમાં લાલ મરચું અને હળદર ઉમેરી મિક્સ કરી લો. પછી તેમાં લીલા મરચાં, કોથમીર અને ફુદીનો ઉમેરી બરોબર મિક્સ કરી લો.

  5. 5

    પછી તેમાં નીતારેલા ચોખા અને 1 ટી સ્પૂન ઘી ઉમેરી 1 મિનિટ સાંતળો. પછી તેમાં સ્વાદ મુજબ મીઠું, ગરમ મસાલો અને 1/2 કપ ગરમ પાણી ઉમેરી બરોબર મિક્સ કરી કુકર બંધ કરી તેજ આંચ પર 1 સીટી વગાડી ગેસ બંધ કરી લેવો.

  6. 6

    કુકર ઠંડુ પડે પછી જ ખોલીને કાંટા ચમચી થી મિક્સ કરવું.

  7. 7

    તો તૈયાર છે ગરમા ગરમ સાઉથ ઈન્ડિયન ટોમેટો રાઈસ

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes