ભરેલા કારેલા (Bharela Karela Recipe In Gujarati)

Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
Mumbai

#SRJ
સુપર રેસીપીસ ઓફ જૂન
ભરેલા કારેલા અલગ અલગ પ્રકાર ના બનતા હોય છે. સૂકા મસાલા વાળા, અચારી મસાલા વાળા. આજે મે પંજાબી સ્ટાઇલ ના કાંદા આંબલી ના મસાલા વાળા ભરેલા કારેલા બનાવ્યા છે. આ કારેલા ત્રણ ચાર દિવસ સુધી સારા રહે છે. ટ્રાવેલિંગ વખતે લઈ જવા ખૂબ સારા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૫ કારેલા
  1. ૫ નંગ મધ્યમ સાઈઝ ના સીધા અને થોડા જાડા કારેલા
  2. ૩ નંગ નાના કાંદા
  3. ૨ નંગ લીલા મરચા
  4. ૧ નાની ચમચીજીરૂ
  5. ૧ નાની ચમચીમીઠું
  6. ૧/૨ નાની ચમચીલાલ મરચુ
  7. ૨-૩નાના ટુકડા આંબલી
  8. ૧/૨ કપતેલ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    કારેલા છોલી, વચમાં થી ચીરી, મીઠું લગાવી 1/2 કલાક રાખો.

  2. 2

    પત્થર ની કુંડી માં અથવા મીક્સી નાં નાના જાર માં કાંદા, જીરૂ, મીઠું, આંબલી, લીલા મરચા, લાલ મરચુ બધું અધકચરું વાટી લો.

  3. 3

    હવે કારેલા ના વચમાંથી થોડા બીયા કાઢી, પાણી માં બરાબર ધોઈ ને નીચોવી લો.

  4. 4

    હવે કારેલા માં મસાલો ભરી દોરા થી લપેટી લો.

  5. 5

    એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો. એમાં કારેલા છુટ્ટા છુટ્ટા મૂકી, ઢાંકી ને, ધીમા તાપે ચઢી જાય ત્યાં સુધી, વચ્ચે વચ્ચે ઉલટ પલટ કરી થવા દો.

  6. 6

    કારેલા ચઢી જાય પછી ઢાંકણ ખોલી થોડો તાપ વધારી ચીપિયા થી ફેરવી ફેરવી ને બ્રાઉન કડક કરી લો.

  7. 7

    જમતી વખતે દોરા કાઢી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipika Bhalla
Dipika Bhalla @cook_1952
પર
Mumbai

Similar Recipes