શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૪ વ્યક્તિ
  1. ૧ કપસફેદ ચણા
  2. ટામેટાની પ્યુરી
  3. ડુંગળીની પ્યુરી
  4. ૨ ચમચીઆદું-લસણની પેસ્ટ
  5. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૨ ચમચીધાણાજીરૂ પાઉડર
  7. ૨ ચમચીછોલે મસાલો
  8. ૧/૪ ચમચીહિંગ
  9. ૧/૪ ચમચીહળદર
  10. ૧ ચમચીઆમચૂર પાઉડર
  11. ૪ ચમચીતેલ
  12. ૧ ચમચીકસૂરીમેથી
  13. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સફેદ ચણાને ૮-૧૦ કલાક માટે પાણીમાં પલાળી રાખો. ચણામાં મીઠું અને ૨ ગ્લાસ પાણી ઉમેરી કુકરમાં ૪-૫ સીટી થાય ત્યાં સુધી બાફી લો.

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળીની પ્યુરી ઉમેરીને સોનેરી રંગની થાય ત્યાં સુધી સાંતળી લો, પછી તેમાં આદું-લસણની પેસ્ટ અને ટામેટાની પ્યુરી ઉમેરીને ૫ મિનીટ સુધી સાંતળો.

  3. 3

    ત્યારબાદ તેમાં હિંગ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ પાઉડર, છોલેમસાલા પાઉડર અને મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. ૨ મિનીટ બાદ તેમાં બાફેલાં ચણા ઉમેરી મિક્સ કરી લો. ૫ થી ૭ મિનિટ સુધી ધીમા તાપે ઉકળવા દો.

  4. 4

    પછી આમચૂર પાઉડર અને કસૂરીમેથી ઉમેરી મિક્સ કરી ગેસ બંધ કરી દો. તો પંજાબી છોલે તૈયાર છે, તેને ગરમાગરમ પૂરી કે ભાત સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mamta Pandya
Mamta Pandya @mamta_homechef
પર
By nature I am cookaholic..Love to try different recepies..Like to present it with unique styles..Kindly share your comments and opinions!!!
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Similar Recipes