ઈડલી સંભાર

Vaishali Vora
Vaishali Vora @vaishali_29
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૪ લોકો માટે
  1. ઈડલી માટે
  2. ૩ કપચોખા
  3. ૧ કપઅડદ દાળ
  4. ૧/૨ કપપૌંઆ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. પેકેટ ઇનો
  7. ૧/૨ કપદહીં/ ૧ કપ ખાટી છાસ
  8. સંભાર બનાવવા માટે
  9. ૧ કપબાફેલી તુવેર દાળ
  10. નાનું ટમેટું
  11. નાની ડુંગળી સમારેલી
  12. નાનું બટાકુ સમારેલું
  13. ૧ ટી સ્પૂનસંભાર મસાલો
  14. ૧/૨ ટી સ્પૂનલાલ મરચું
  15. ૪ ટી સ્પૂનહળદર
  16. મીઠું સ્વાદાનુસાર
  17. ૧ ટી સ્પૂનલીંબુ નો રસ
  18. ૩ ટી સ્પૂનતેલ
  19. ૧/૨ ટી સ્પૂનરાઈ
  20. ૧/૪ ટી સ્પૂનમેથી
  21. ૧/૨ ટી સ્પૂનઅડદ દાળ
  22. ચપટીહિંગ
  23. ૭-૮ પાન લીમડો
  24. સૂકું લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા અને દાળ ને ૨ થી ૩ પાણી થી ધોઈ ને ૫-૬ કલાક માટે પલાળી દો.પલાળેલા દાળ ચોખા ને પાણી નિતારી ને મિક્સર જાર મા નાખો સાથે દહીં અને પૌંઆ ને ધોઈ ને જરૂર મુજબ પાણી નાખી ને ગ્રાઇન્ડ કરી લો.તેને ૬-૭ કલાક માટે આથો આવવા મુકી દો.

  2. 2

    હવે આથો આવેલા મિશ્રણ મા જરૂર મુજબ પાણી અને મીઠું ઉમેરી ને મિક્સ કરો.ત્યાર બાદ તેમાં ઇનો ઉમેરી ને ઈડલી સ્ટેન્ડ મા ખીરૂ રેડો.હવે તેને સ્ટીમર મા મુકી ને ૧૦ મિનિટ માટે થવા દો.ત્યાર બાદ બહાર કાઢી થોડું ઠરે એટલે ઈડલી બાર કાઢી લો.

  3. 3

    હવે એક તપેલી માં તેલ ગરમ કરો.ત્યાર બાદ તેમાં અડદ દાળ,રાઈ,મેથી,લીમડો,લાલ મરચું અને હિંગ નાખી ને સમારેલા બટાકા, ડુંગળી અને ટામેટું નાખી ને થોડી વાર ચડવા દો.ત્યાર બાદ તેમાં બધો મસાલો કરી ને બાફી ને બ્લેન્ડ કરેલી દાળ નાખો.જરૂર મુજબ પાણી અને લીંબુ નો રસ ઉમેરી ને ૧૦ મિનિટ માટે ઉકળવા દો.૧૦ મિનિટ પછી સંભાર તૈયાર થઈ જશે.

  4. 4

    હવે એક સર્વિંગ પ્લેટ મા બનાવેલી ઈડલી,એક બાઉલ માં સંભાર લઈ ને ચટણી સાથે સર્વ કરો.તો તૈયાર છે ટેસ્ટી ઈડલી - સંભાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishali Vora
Vaishali Vora @vaishali_29
પર

ટિપ્પણીઓ

Similar Recipes