ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીમગ
  2. 8-10લસણની કળી ની પેસ્ટ
  3. 1 ટેબલ સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  4. 1 નંગકાંદો ઝીણો સમારેલો
  5. 5-6મીઠા લીમડાનાં પાન
  6. 3 ટેબલ સ્પૂનતેલ
  7. 1/2 ટી સ્પૂનહિંગ
  8. 1/4 ટી સ્પૂનહળદર
  9. 1 ટી સ્પૂનધાણાજીરુ
  10. 1/4 ટી સ્પૂનગરમ મસાલો
  11. 1 ટેબલ સ્પૂનસમારેલી કોથમીર
  12. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મગ ને ધોઈ ને 6-8 કલાક માટે પલાડી દેવા. પછી તેને પાછા 2-3 વાર ધોઈ ને ચારણી માં નીતારી લેવા. અને પછી તેને 8-10 કલાક ફણગાવા મુકી રાખો.

  2. 2

    હવે કુકર માં તેલ ગરમ કરી તેમાં હિંગ અને કાંદા ઉમેરી સાંતળો. પછી તેમાં લસણની પેસ્ટ ઉમેરી સાંતળો.

  3. 3

    પછી તેમાં આદુ-મરચાં ની પેસ્ટ ઉમેરી સાંતળો. પછી તેમાં હળદર અને લીમડો ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    હવે તેમાં ફણગાવેલા મગ, મીઠું, ધાણાજીરુ અને ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી લો. પછી તેમાં ફક્ત 1 સીટી થાય એટલું જ પાણી ઉમેરી કુકર બંધ કરી 1 સીટી વગાડી લેવી.

  5. 5

    કુકર ઠંડુ પડે પછી ખોલી તેમાં સમારેલી કોથમીર ઉમેરી મિક્સ કરી લો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes