મલ્ટી ફ્લોર એન્ડ મિક્સ વેજ હાંડવો (Healthy Recipe)

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

ક્વિક અને હેલ્થી રેસીપી. ડાયેટ રેસીપી. જ્યારે કંઈ હેલ્થી ખાવું હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. તમે તમારી ચોઇસ નાં શાકભાજી ઉમેરી શકો છો.
#LB

મલ્ટી ફ્લોર એન્ડ મિક્સ વેજ હાંડવો (Healthy Recipe)

ક્વિક અને હેલ્થી રેસીપી. ડાયેટ રેસીપી. જ્યારે કંઈ હેલ્થી ખાવું હોય ત્યારે આ બેસ્ટ ઓપ્શન છે. તમે તમારી ચોઇસ નાં શાકભાજી ઉમેરી શકો છો.
#LB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 વાટકીઓટ્સ
  2. 1 વાટકીસત્તુ
  3. 1 વાટકીસોજી
  4. 1 વાટકીબાજરી નો લોટ
  5. 1 વાટકીચણા નો લોટ
  6. 1 વાટકીદહીં
  7. 1 વાટકીદૂધી નું છીણ
  8. 1 વાટકીગાજર નું છીણ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. 1ડુંગળી
  11. 3-4કળી લસણ
  12. 1લીલું મરચું
  13. 1/2 વાટકીકોથમીર
  14. 2-3ડાળી મીઠો લીમડો
  15. 1/2કેપ્સીકમ
  16. 2ટામેટાં
  17. 1 વાટકીમકાઈ ના દાણા
  18. 1 વાટકીવટાણા
  19. 1/2 ચમચીફુદીના પાઉડર
  20. 1 ચમચીએવરીથીંગ બેગલ સિઝનિંગ
  21. 2 ચમચીચીલી ફ્લેક્સ
  22. 1 ચમચીમરી પાઉડર
  23. 1/2 ચમચીઇનો
  24. 1/2 વાટકીસફેદ તલ
  25. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    ઓટ્સ ને મિક્સરમાં ક્રશ કરી લેવા. ત્યારબાદ બધા લોટ દહીં અને મીઠું નાખી મિક્સ કરો. 10 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    હવે તેમાં દુધી ગાજર નું છીણ અને કેપ્સીકમ નાખો. હવે ડુંગળી ટામેટા લસણ લીલા મરચા કોથમીર લીમડો બધું ચોપ કરી લેવું. અને બેટર માં એડ કરવું.

  3. 3

    હવે મકાઈના દાણા વટાણા ફુદીનાનો પાઉડર એવરિથીંગ બેગલ સિઝનીંગ અને ચીલી ફ્લેક્સ નાખી સરખું મિક્સ કરી દો. ઇનો નાખી સરખું મિક્સ કરો.

  4. 4

    હવે તમે તેલ લગાવી ખીરુ પાથરી ઉપર તલ ભભરાવવા. ઢાંકણ ઢાંકી મધ્યમ તાપે શેકવા દેવું. પછી પાછું ફેરવી બીજી બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવું

  5. 5

    તૈયાર છે હાંડવો. ગ્રીન ચટણી અને કેચઅપ સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

Similar Recipes