રાજસ્થાની હેલ્ધી ખીચડી (Rajasthani Healthy Khichdi Recipe In Gujarati)

Sonal Modha
Sonal Modha @sonalmodha

કચ્છી રાજસ્થાની રેસિપી
#KRC: રાજસ્થાની હેલ્ધી ખીચડી
અમારા ઘરમાં લગભગ દરરોજ રાત્રે કચ્છી ખીચડી તો બને જ . પણ આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને મગની છડીદાર ની ખીચડી બનાવી.

રાજસ્થાની હેલ્ધી ખીચડી (Rajasthani Healthy Khichdi Recipe In Gujarati)

કચ્છી રાજસ્થાની રેસિપી
#KRC: રાજસ્થાની હેલ્ધી ખીચડી
અમારા ઘરમાં લગભગ દરરોજ રાત્રે કચ્છી ખીચડી તો બને જ . પણ આજે મેં એમાં થોડું વેરિએશન કરી ને મગની છડીદાર ની ખીચડી બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મીનીટ
૩ વ્યક્તિ
  1. ૧ વાટકીચોખા
  2. ૧ વાટકીમગ ની છડીદાર
  3. ૧ ટી સ્પૂનમીઠું
  4. જરૂર મુજબ પાણી
  5. વઘાર માટે ની સામગ્રી
  6. ૨ ચમચીઘી
  7. ૧ ટી સ્પૂનરાઈ
  8. ૧/૨ ટી સ્પૂનજીરું
  9. ૧/૪ ટી સ્પૂનહિંગ
  10. લવિંગ
  11. ૨ ટુકડાતજ
  12. /૬ આખા મરી
  13. લીલાં મરચાં ના ટુકડા
  14. ૪/૫ મીઠા લીમડાના પાન
  15. ૧ ટી સ્પૂનકિચન કિંગ મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ખીચડી મિક્સ કરી ને ૨/૩ પાણી થી ધોઈ લેવી. કુકરમાં નાખી તેમાં ૩ બાઉલ પાણી મીઠું નાખી ને ઉકળવા મૂકી દેવી.

  2. 2

    ૧ બટાકા ને ધોઈ અને સમારી લેવું લીલાં મરચાં ના ટુકડા કરી લેવા.
    નોંધ: આ ખીચડી માં લસણ ડુંગળી પણ નાખી શકાય. પણ મેં નથી નાખ્યું. કેમકે મને દૂધ ખીચડી ભાવે એટલે ડુંગળી હોય તો દૂધ સાથે ન ખવાય.

  3. 3

    વઘારિયા માં ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ સૂકા લાલ મરચાં આખા મરી તજ લવિંગ નાખી દેવા

  4. 4

    ત્યારબાદ તેમાં સમારેલા બટાકા લીલાં મરચાં ના ટુકડા નાખી તેમાં હળદર અને લાલ મરચું પાઉડર નાખી દેવું

  5. 5

    ૨/૩ મીનીટ સુધી સાંતળી લેવા સંતળાઈ જાય એટલે ઉકળતી ખીચડી માં તૈયાર કરેલો વઘાર નાખી દેવો

  6. 6

    કુકર નું ઢાંકણ ઢાંકી ને ૩ સીટી કરી લેવી. કુકર ઠંડું થાય એટલે ખોલી ને જરા ચેક કરી લેવી.

  7. 7

    Serving પ્લેટમાં કાઢી ગરમ ગરમ ખીચડી સર્વ કરવી. ખીચડી ને દહીં અને પાપડ સાથે સર્વ કરી શકાય.

  8. 8

    ખીચડી ને અથાણાં સાથે પણ સર્વ કરી શકાય.

  9. 9

    તો તૈયાર છે
    રાજસ્થાની હેલ્ધી ખીચડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sonal Modha
Sonal Modha @sonalmodha
પર
મને રસોઈ બનાવવાનો બહુ શોખ છે . કોઈ પણ ડીશ હોય એ હું બનાવવાની જરૂર try કરું છું અને સરસ બને છે. ઘરમાં બધાને નવી નવી રેસિપી બનાવી ને ખવડાવવનો શોખ છે. I love cooking .
વધુ વાંચો

Similar Recipes