તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

તુરીયા પાત્રા નું શાક (Turiya Patra Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. પાત્રા માટે:-
  2. 100 ગ્રામપાત્રા
  3. 2 ટેબલ સ્પૂનચણાનો લોટ
  4. 3 ટેબલ સ્પૂનઘઉંનો લોટ
  5. 2 ટેબલ સ્પૂનજુવાર નો લોટ
  6. 1 ટેબલ સ્પૂનચોખા નો લોટ
  7. 2 ટેબલ સ્પૂનતેલ
  8. 1આદુ-મરચાં ની પેસ્ટ
  9. 1/2 ટી સ્પૂનલસણની પેસ્ટ
  10. 1 ટેબલ સ્પૂનઆંબલી ની પેસ્ટ
  11. 2 ટેબલ સ્પૂનગોળ
  12. 1/4 ટી સ્પૂનહળદર
  13. 1/4 ટી સ્પૂનહિંગ
  14. 1/8 ટી સ્પૂનસોડા
  15. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  16. 1/2 ટી સ્પૂનધાણાજીરુ
  17. મીઠું સ્વાદ મુજબ
  18. શાક માટે:-
  19. 250 ગ્રામતુરીયા
  20. 3-4ચમચા તેલ
  21. 1/2 ટી સ્પૂનજીરુ
  22. 1/2 ટી સ્પૂનરાઈ
  23. 1 ટી સ્પૂનલાલ મરચું પાઉડર
  24. 1/2 ટી સ્પૂનહળદર
  25. 1/4 ટી સ્પૂનહિંગ
  26. 1 ટેબલ સ્પૂનઆદુ-મરચાં ની પેસ્ટ
  27. 3 ટેબલ સ્પૂનલીલા નારીયેળ નું ખમણ
  28. 1 ટેબલ સ્પૂનધાણાજીરુ
  29. 1 ટેબલ સ્પૂનખાંડ
  30. 1/4 કપસમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાત્રા ના પાન ધોઈ કોરા કરી તેની મોટી નસો કાપી લેવી. હવે એક બાઉલમાં પાત્રા ના બધા ઘટકો ઉમેરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી ને ખીરું તૈયાર કરી લેવું.

  2. 2

    હવે પાત્રા ઉપર ખીરું લગાડીને પાદરાના વિટા તૈયાર કરી ગરમ સ્ટીમરમાં મિનિટ સ્ટીમ કરી લેવા. ઠંડા પડે પછી તેના પીસ કરી લેવા.

  3. 3

    તુરીયા ની છાલ ઉતારીને લાંબા પીસમાં સમારી લેવા. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી પછી તેમાં તુરીયા, હળદર અને આદુ-મરચાં-લસણની પેસ્ટ ઉમેરી બરોબર મિક્સ કરી લો.

  4. 4

    તુરીયા ચડી જાય પછી તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું અને મીઠું ઉમેરી બરોબર મિક્સ કરી લેવું. પછી તેમાં 1/2 કપ ગરમ પાણી ઉમેરો.

  5. 5

    પછી તેમાં ગરમ મસાલો, ખાંડ અને કોપરા ખમણ ઉમેરી મિક્સ કરી ઢાંકણું ઢાંકી ચડવા દેવું. 10 મિનિટ પછી ગેસ બંધ કરી તેમાં કોથમીર ઉમેરી બરોબર મિક્સ કરી લો.

  6. 6

    તો તૈયાર છે તુરીયા પાત્રા છે શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes