રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મીનીટ
૪ વ્યક્તિ
  1. 📌૨ કપ બેસન
  2. ૩ કપછાશ
  3. ૩ કપપાણી
  4. ૧/૨ વાટકીવાટેલા આદું મરચાં
  5. મીઠું સ્વાદ મુજબ
  6. 1/4 ચમચી હળદર
  7. 📌વઘાર માટે
  8. ૨ ચમચીતેલ
  9. ૧ ચમચીરાઈ
  10. ૨ ચમચીતલ
  11. 1/4 ચમચી હીંગ
  12. લીમડા નાં પાન
  13. 📌ગાનૅીશીંગ માટે
  14. કોથમીર
  15. છીણેલું કોપરૂ

રાંધવાની સૂચનાઓ

૪૫ મીનીટ
  1. 1

    બેસન માં આદું મરચાં ની પેસ્ટ, મીઠું, હળદર નાંખી ભેળવી લો. હવે જેટલા કપ બેસન નું માપ એનાં કરતાં ૩ ગણું છાશ અને પાણી નું માપ લેવું. છાશ અને પાણી ઉમેરી ગઠ્ઠા ન પડે એમ હલાવી લેવું.

  2. 2

    ગેસ પર પહોળા વાસણ માં આ ઉમેરવું. અને સતત મધ્યમ આંચ પર હલાવતા રહેવું. નીચે ચોંટે નહીં એનું ધ્યાન રાખવું.

  3. 3

    થોડી વાર હલાવતા રહેવું અને જ્યારે કઢાઈ માંથી થોડું છૂટું પડતું લાગે કે તરત ગેસ બંધ કરી દેવો. થાળી ઉપર અને પાછળ પાથરી દેવું. બને એટલું પાતળું પાથરવું.

  4. 4

    ૧૦ મીનીટ પછી ઠંડુ પડે એટલે કાપા પાડી વાળી લેવી. એના પર કોથમીર અને કોપરૂં ભભરાવું.

  5. 5

    વઘાર માં બધું નાંખી ખાંડવી પર ચમચી વડે રેડવો. તૈયાર છે ખાંડવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes