રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં ૧ કપ પાણી ગરમ કરો,તેમાં મકાઈ, મીઠું, હળદર અને ખાંડ ઉમેરી ને ૪ મિનિટ સુધી ઉકાળો, મકાઈ નો દાણો નરમ બને એટલે ગેસ બંધ કરી દો. બાફેલી મકાઈ માં થી પાણી ગાળી લો.
- 2
બાઉલમાં બાફેલી મકાઈ ના દાણા ઉમેરી, તેમાં મીઠું, લાલ મરચું, ચાટ મસાલો, સમારેલી કોથમીર અને લીલાં મરચાં,મરી પાઉડર, ટામેટાં, ડુંગળી, લીંબુ નો રસ, સેઝવાન સૉસ અને મેગી મસાલો ઉમેરી ને સરસ ચમચી થી ભેળવી લો.
- 3
તૈયાર ભેળ ને સર્વિગ બાઉલમાં કાઢી લઈ અને સમારેલી કોથમીર, જીણી સેવ,ચાટ મસાલો, ખમણેલું ચીઝ ભભરાવીને ૧\૨ લીંબુ રાખી ને સર્વ કરો....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16360997









ટિપ્પણીઓ (8)